Starlink: મર્યાદિત યૂઝર્સને જ મળશે એક્સેસ, સ્પીડ પર પણ રોક
Starlink : સરકારએ એલન મસ્કની સેટેલાઇટ ઈન્ટરનેટ કંપની Starlinkની સેવાઓ અંગે ભારતમાં મોટો નિર્ણય લીધો છે.
Starlink: સરકારએ એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની Starlinkની સેવાઓ અંગે ભારતમાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ટેલિકોમ રાજ્યમંત્રી પેમ્માસાની ચંદ્રશેખરે જણાવ્યું કે ભારતમાં માત્ર 20 લાખ યુઝર્સને જ સેવા આપવાની મંજૂરી આપવામાં આવી છે અને તેની મહત્તમ સ્પીડ 200Mbps સુધી સીમિત રહેશે. આ નિર્ણય BSNL અને અન્ય ટેલિકોમ કંપનીઓ પર અસર થવાની આશંકાને નકારીને લેવામાં આવ્યો છે.