Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»શ્રીરામ રાઘવન ક્રાઈમ થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે આવી ગયું કેટરિનાની નવી ફિલ્મ મેરી ક્રિસમસનું પોસ્ટર
    Entertainment

    શ્રીરામ રાઘવન ક્રાઈમ થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે આવી ગયું કેટરિનાની નવી ફિલ્મ મેરી ક્રિસમસનું પોસ્ટર

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવૂડ એક્ટર કેટરિના કૈફ અને વિજય સેતુપતિ સ્ટારર મેરી ક્રિસમસ ૨૦૨૩ની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત ફિલ્મ માટે દર્શકો વધુ ઉત્સાહિત છે કારણ કે કેટરિના કૈફ અને વિજય સેતુપતિ પ્રથમ વખત એકસાથે આવી રહ્યા છે. બધાને લાંબા સમય સુધી રાહ જાેવડાવ્યા પછી, આખરે ટીમે થોડા સમય પહેલા જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. વિજય અને કેટરીનાએ સોશિયલ મીડિયા પર એકદમ નવા પોસ્ટર સાથે તારીખની જાહેરાત કરી છે. અગાઉ આ ફિલ્મ ૨૦૨૨માં સિનેમાઘરોમાં આવવાની હતી. પરંતુ બાદમાં તેને ૨૦૨૩ સુધી મુલતવી રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મ આખરે ૧૫મી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. વિજય સેતુપતિ અને કેટરીના કૈફે બે પોસ્ટર લોન્ચ કર્યા, એક હિન્દીમાં અને બીજું તમિલમાં. બંને પોસ્ટરમાં કેટરિના અને વિજયને દેખાડવામાં આવ્યા છે. નવું પોસ્ટર વિન્ટેજ વાઇબ્સ આપી રહ્યું છે. હિન્દી પોસ્ટરને જાેતાં ફિલ્મમાં જૂનું બોમ્બે જાેવાની આશા રાખી શકાય છે. પોસ્ટર પર ટેગલાઈન લખવામાં આવી છે,

    ‘રાત જિતની સંગીન હોગી, સુભહ ઉતની રંગીન હોગી’. કેટરિનાએ પોસ્ટર શેર કરીને લખ્યું કે, ‘અમે ક્રિસમસ સેલિબ્રેશનની રાહ ઓછી જાેવડાવાનો ર્નિણય લીધો છે. મેરી ક્રિસમસ ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે. હિન્દી વર્ઝનમાં સંજય કપૂર, વિનય પાઠક, પ્રતિમા કન્નન અને ટીનુ આનંદ પણ છે, જ્યારે તમિલ વર્ઝનમાં રાધિકા સરથકુમાર, શનમુગરાજા, કેવિન જય બાબુ અને રાજેશ વિલિયમ્સ છે. કલાકારો અશ્વિની કાલસેકર અને રાધિકા આપ્ટે કેમિયોમાં જાેવા મળશે. અહેવાલ મુજબ, આ ક્રાઈમ થ્રિલર એક એવા ભયાનક દિવસની આસપાસ ફરશે જે કેટરિના અને વિજયની દુનિયાને બદલી નાખશે. તે નાતાલના આગલા દિવસે બનેલી એક ઘટના વિશે છે.

    બોલિવૂડ ડિરેક્ટર શ્રીરામ રાઘવન ક્રાઈમ થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમણે સૌપ્રથમ વર્ષ ૨૦૦૪માં એક હસીના થી નામની ફિલ્મ બનાવી હતી અને પછી જ્હોની ગદ્દાર, એજન્ટ વિનોદ, બદલાપુર અને અંધાધૂન બનાવી. આ તમામ ફિલ્મો પૈકી આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ અંધાધૂન સૌથી વધારે હિટ સાબિત થઈ છે. હવે તેઓ મેરી ક્રિસમસ ફિલ્મ લઈને આવી રહ્યા છે અને ત્યાર પછી વર્ષ ૨૦૨૪માં ઈક્કિસ નામની ફિલ્મ લઈને આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.