Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»સાઉથના એક્ટર વિજયની ફિલ્મ લિયો થિયેટર્સમાં રિલિઝ લિયોમાં વિજયે ૧૨૦ કરોડ, સંયજ દત્તે ૮ કરોડ ફી લીધી
    Entertainment

    સાઉથના એક્ટર વિજયની ફિલ્મ લિયો થિયેટર્સમાં રિલિઝ લિયોમાં વિજયે ૧૨૦ કરોડ, સંયજ દત્તે ૮ કરોડ ફી લીધી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તમિલ એક્ટર થલાપતિ વિજયની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા હોય છે. વિજયની ખૂબ ફેન ફોલોઈંગ છે. તેમની કોઈ પણ ફિલ્મ રિલીઝ થયા પહેલા અલગથી માહોલ બની જાય છે. વિજયે એકવાર ફરી ચાહકોને પોતાના દિવાના બનાવી દીધા છે. તેમની ફિલ્મ લિયો થિયેટર્સમાં આજે રિલીઝ થઈ ગઈ છે. લિયો એડવાન્સ બુકિંગના મામલે જવાન, પઠાણને પાછળ છોડી ચૂકી છે. હવે જાેવાનું એ રહેશે કે કલેક્શનના મામલે આ કઈ ફિલ્મનો રેકોર્ડ તોડશે. લિયોમાં વિજયની સાથે સંજય દત્ત, તૃષા કૃષ્ણન, ગૌતમ વાસુદેવ મેનન સહિત ઘણા કલાકાર મહત્વની ભૂમિકા નિભાવતા નજર આવ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટે ખાસ્સી ફી લીધી છે.

    રિપોર્ટ્‌સ અનુસાર આ ફિલ્મ ૨૫૦-૩૦૦ કરોડના બજેટમાં બનીને તૈયાર થઈ છે. રિપોર્ટ અનુસાર થલાપતિ વિજયે ફિલ્મ માટે ૧૨૦ કરોડ ચાર્જ કર્યા છે.સંજય દત્ત ફિલ્મમાં નેગેટિવ પાત્રમાં નજર આવશે. તેમણે આ પાત્ર માટે ૮ કરોડ રૂપિયા લીધા છે.
    લિયોમાં તૃષા કૃષ્ણન લીડ રોલમાં નજર આવી છે. તેમણે આ ફિલ્મ માટે ૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. લિયોને લોકેશ કનગરાજે ડાયરેક્ટ કરી છે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે.

    રિપોર્ટસ અનુસાર આ કહાની ગેંગસ્ટરની આસપાસ ફરતી નજર આવી છે.
    રિપોર્ટ્‌સ અનુસાર લિયોના સેટેલાઈટ અને ડિજિટલ રાઈટ્‌સ વેચાઈ ચૂક્યા છે. સેટેલાઈટ રાઈટ્‌સ અને ડિજિટલ રાઈટ્‌સ ૨૦૦ કરોડમાં વેચાયા છે. ડિજિટલ રાઈટ્‌સ નેટફ્લિક્સે ૧૨૦ કરોડમાં ખરીદ્યા છે. સેટેલાઈટ રાઈટ્‌સ સન ટીવીએ ૮૦ કરોડમાં ખરીદ્યા છે. ઓટીટી પર આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની જાણકારી આપવામાં આવી નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.