Pilitics news : બિહાર સરકારમાં બધું બરાબર નથી. એવી અટકળો છે કે સીએમ નીતિશ કુમાર ફરી એકવાર NDMમાં સામેલ થઈ શકે છે. જોકે, JDU અને RJD વચ્ચેના વણસેલા સંબંધો અંગે હજુ સુધી કોઈ ઔપચારિક નિવેદન બહાર આવ્યું નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં બિહારની રાજનીતિને લઈને જે વાતો સામે આવી રહી છે તેના પરથી એ સમજવું બહુ મુશ્કેલ નથી કે બિહારની રાજનીતિમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પટનામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેની ઝલક જોવા મળી હતી.
આ ઈવેન્ટ દરમિયાન સીએમ નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એકબીજાથી અંતર રાખતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બંને એકબીજાથી દૂર બેઠેલા જોવા મળ્યા હતા. જ્યારે સીએમ નીતિશ કુમારની પાસે માત્ર એક ખુરશી ખાલી હતી.આ તસવીર સામે આવ્યા બાદ રાજકારણના ગલિયારામાં તમામ પ્રકારની અટકળો થવા લાગી હતી. સાથે જ છેલ્લા ઘણા દિવસોથી જેડીયુ અને આરજેડી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણના સમાચાર પણ અમુક હદે સાચા સાબિત થઈ રહ્યા છે.