Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»Sim Card Rule: સરકારના નવા નિયમથી પ્રીપેઇડથી પોસ્ટપેઇડમાં સરળ અને ઝડપી સ્વિચિંગ શક્ય
    Technology

    Sim Card Rule: સરકારના નવા નિયમથી પ્રીપેઇડથી પોસ્ટપેઇડમાં સરળ અને ઝડપી સ્વિચિંગ શક્ય

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 13, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Sim Card Rule: પ્રીપેડથી પોસ્ટપેઇડમાં સ્વિચ કરવાનો નિયમ બદલાયો

    Sim Card Rule: ભારતના ટેલિકોમ્યુનિકેશન વિભાગે સિમ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેના કારણે પ્રીપેડથી પોસ્ટપેઇડ અને પોસ્ટપેઇડથી પ્રીપેડ કનેક્શનમાં સ્વિચ કરવાનું સરળ બન્યું છે. નવા નિયમો અનુસાર, કુલિંગ પિરિયડ 90 દિવસથી ઘટાડીને 30 દિવસ કરવામાં આવ્યો છે.

    Sim Card Rule: ટેલિકોમ્યુનિકેશન વિભાગે સિમ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેનાથી કરોડો મોબાઇલ વપરાશકર્તાઓને રાહત મળી છે, નવા નિયમો હેઠળ, પ્રીપેડથી પોસ્ટપેઇડ કનેક્શનમાં સ્વિચ કરવાની પ્રક્રિયા હવે પહેલા કરતા વધુ સરળ બની ગઈ છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે પ્રીપેડથી પોસ્ટપેઇડમાં સ્વિચ કરવા માટે કુલિંગ પિરિયડ ઘટાડી દીધો છે, પહેલા વપરાશકર્તાઓ 90 દિવસ પહેલા સ્વિચ કરી શકતા ન હતા પરંતુ હવે આ મર્યાદા ઘટાડીને 30 દિવસ કરવામાં આવી છે.

    આનો અર્થ એ છે કે હવે ૩૦ દિવસ પછી તમે સરળતાથી પ્રીપેઇડથી પોસ્ટપેઇડ કનેક્શનમાં બદલી શકો છો, અને એક વખત બદલી કર્યા બાદ ૯૦ દિવસની મર્યાદા લાગુ થશે. એટલે કે કોઈપણ વ્યક્તિ એકવાર સ્વિચ કર્યા પછી વારંવાર સ્વિચ કરી શકશે નહીં.

    Sim Card Rule

    દૂરસંચાર વિભાગે ઓટીપી પ્રક્રિયા દ્વારા ન માત્ર પ્રીપેઇડથી પોસ્ટપેઇડ, પરંતુ પોસ્ટપેઇડથી પ્રીપેઇડ બંને સ્થિતિમાં સ્વિચ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. સરકારના આ પગલાથી તે લોકો માટે રાહત મળી છે જે કોઈ પણ કારણસર પોતાના નંબરને વારંવાર પ્રીપેઇડ અને પોસ્ટપેઇડ વચ્ચે સ્વિચ કરતા રહે છે.

    લોકો સ્વિચ શા માટે કરે છે?

    પ્રીપેડથી પોસ્ટપેડ અને પોસ્ટપેડથી પ્રીપેડમાં સ્વિચ કરવા પાછળ અનેક કારણો હોઈ શકે છે, જેમ કે પ્લાન મોંઘો લાગવો કે સર્વિસથી સંતોષ ન હોવો. સરળ ભાષામાં કહીએ તો નવો નિયમ કહે છે કે જો તમે આજે, એટલે કે 13 જૂન, પ્રીપેડ નંબર લો અને થોડા દિવસ ઉપયોગ કર્યા પછી કોઈ પણ કારણસર પોસ્ટપેડમાં સ્વિચ થવું હોય તો હવે તમે 30 દિવસ પછી સરળતાથી સ્વિચ થઇ શકો છો. પહેલા જેવું 90 દિવસનું લાંબું રાહ જોવુ નથી પડે.

    જો કોઈ કારણસર લોક ઇન પીરિયડ દરમિયાન ફરીથી સ્વિચ કરવું પડે તો તે પણ કરી શકો છો, પરંતુ તે માટે તમને કંપનીના અધિકૃત આઉટલેટ પર જઈને હાલની KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

    Sim Card Rule

    SIM Card Rule
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      હોટલના ફ્રી Wi-Fiનો ઉપયોગ કરો છો? સાવધાન! માઇક્રોસોફ્ટે જાહેર કરી મોટી ચેતવણી

      August 13, 2026

      TRAI – સ્પૅમ કોલ્સ અને સાયબર ફ્રોડ પર મોટો પ્રહાર: TRAI એ લાખો મોબાઈલ કનેક્શન કર્યા બંધ, અગ્રણી કંપનીઓ પર દંડ

      August 12, 2026

      Aadhaar App – સ્માર્ટફોનમાં આધાર એપ વાપરો છો? સુરક્ષિત રહેવા માટે આ રીતે બદલો PIN અને મેળવો ફુલ સિક્યોરિટી

      August 8, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.