Silver
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ ઉંચકાયા હતા. જોકે વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઉંચેથી ઘટયા હતા પરંતુ ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઝવેરી બજારમાં આજે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી રહેતાં સોનામાં તેજી આગળ વધી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં આજે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી રહેતાં સોનામાં તેજી આગળ વધી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૨૯૪૭થી ૨૯૪૮ વાળા ઉંચામાં ૨૯૫૩ થયા પઠી નીટામાં ૨૯૨૪ થઈ ૨૯૨૯થી ૨૯૩૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ જોવા મળ્યું હતું. જોકે ઘરઆંગણે ભાવ મક્કમ હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૬૦૫૪ વાળા રૂ.૮૬૩૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૮૬૪૦૦ વાળા રૂ.૮૬૬૪૭ રહ્યા હતા. મુંબઈ સોનામાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર કિલોના રૂ.૯૬૧૧૫ વાળા રૂ.૯૫૭૨૫ થઈ રૂ.૯૫૭૬૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ૩૨.૫૧ ૩૨.૫૨ વાળા નીચામાં ૩૧.૧૭૧ થઈ ૩૧.૮૪થી ૩૧.૮૫ ડોલર રહ્યાના સમાચાર
કરન્સી બજારમાં ડોલર વધી રૂ.૮૭ની ઉપર ગયાના નિર્દેશો હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ નીચામાં ૯૫૯ તથા ઉંચામાં ૯૭૫ થઈ ૯૬૭થી ૯૬૮ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૫૫ તથા નીચામાં ૯૩૪ થઈ ૯૩૯થી ૯૪૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૨ ટકા પ્લસમાં રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૫.૨૬ થયા પછી ઘટી ૭૪.૨૧થી ૭૪.૨૨ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૧.૨૬ તથા નીચામાં ૭૦.૧૯ થઈ ૭૦.૨૩ ડોલર રહ્યા હતા. અમેરિકા દ્વારા ઈરાન પર નવા અંકુશો લાદવામાં આવતાં વૈશ્વિક ક્રૂડના ભાવ વધ્યા હતા પરંતુ નવી માગ ધીમી રહેતાં ભાવ ફરી નીચા ઉતર્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ રૂ.૮૯૩૦૦ તથા ૯૯૯ના રૂ.૮૯૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૯૬૦૦૦ રહ્યા હતા.