Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ડિલીટ સીન્સ સાથે રિલીઝ થશે શાહરુખની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે ર્ં્‌્‌ પર રિલીઝ માટે તૈયાર
    Entertainment

    ડિલીટ સીન્સ સાથે રિલીઝ થશે શાહરુખની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે ર્ં્‌્‌ પર રિલીઝ માટે તૈયાર

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ બહુ જલ્દી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. દર્શકો જવાનની OTT રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બીજી ખાસ વાત એ છે કે ‘જવાન’ તેના ડિલીટ કરેલા વર્ઝન સાથે OTT પર રિલીઝ થશે.

    ‘જવાન’ના સમયગાળાને ધ્યાનમાં રાખીને ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો દૂર કરવામાં આવ્યા હતા અને તે પછી જ તેને થિયેટરોમાં રજૂ કરવામાં આવી હતી. જે બાદ હવે મેકર્સ એ ડિલીટ કરેલા સીન સાથે ફિલ્મને OTT પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ છે કે ‘જવાન’ના ડાયરેક્ટર એટલી કુમાર ફિલ્મના નવા કટ પર કામ કરી રહ્યા છે.

    શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નું વર્ઝન જે સિનેમાઘરોમાં રિલીઝ થયું છે તે ૨ કલાક અને ૪૫ મિનિટનું છે. ફિલ્મના OTT વર્ઝનનો રન ટાઈમ લગભગ ૩ કલાક ૧૫ મિનિટનો રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં હવે દર્શકો ઓટીટી પર ફિલ્મની રિલીઝની રાહ જાેઈ રહ્યા છે. જાેકે, મેકર્સે હજુ સુધી એ ખુલાસો કર્યો નથી કે ‘જવાન’ ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
    તમને જણાવી દઈએ કે બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

    આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ હતી અને હવે માત્ર ૧૩ દિવસમાં જ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. દુનિયાભરની વાત કરીએ તો ‘જવાન’ હવે રૂ. ૯૦૦ કરોડના ક્લબમાં સામેલ થવાની ખૂબ નજીક છે. ફિલ્મે અત્યાર સુધીમાં ૮૮૩.૬૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે. શાહરુખ ખાનના ફેન્સ તેમની આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈ ચાહકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો છે. શાહરુખ ખાનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.