Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»બુર્જ ખલિફા પર છવાઈ અભિનેતાની તસવીર દુબઈમાં જવાનનું ટ્રેલર લોન્ચ કરવા પહોંચ્યો શાહરુખ
    Entertainment

    બુર્જ ખલિફા પર છવાઈ અભિનેતાની તસવીર દુબઈમાં જવાનનું ટ્રેલર લોન્ચ કરવા પહોંચ્યો શાહરુખ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શાહરૂખ ખાન તેની ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. એટલી દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર ૩૧ ઓગસ્ટે રિલીઝ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેલર લોન્ચ માટે શાહરૂખ ખાન દુબઈમાં એક મેગા ઈવેન્ટમાં હાજરી આપી શકે છે. શાહરૂખ ખાને પોતે પોતાના ઠ (્‌ુૈંંીિ) એકાઉન્ટ પર માહિતી આપી છે કે તે ‘જવાન’ના ટ્રેલર લોન્ચ માટે દુબઈ જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ માટે ટિકિટ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. જાે કે આ સમાચાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શાહરૂખ ખાને લખ્યું- ‘ હું તમારી સાથે જવાનના જશ્નની ઉજવણી ન કરું તે શક્ય નથી. ૩૧મી ઓગસ્ટે રાત્રે ૯ વાગે બુર્જ ખલીફા પર આવી રહ્યો છું, મારી સાથે જવાનની ઉજવણી કરો. કારણ કે પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે, તો પ્રેમના રંગમાં રંગાઈ જાઓ શું કહો છો? તૈયાર!’ જણાવી દઈએ કે ‘જવાન’ શાહરૂખ ખાનની આ વર્ષની બીજી ફિલ્મ છે. આ વર્ષની શરૂઆતમાં ‘પઠાણ’ રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા અને ઘણી કમાણી પણ કરી હતી.

    હવે ‘જવાન’ મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે અને દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. નયનતારા ‘જવાન’માં શાહરૂખ ખાન સાથે લીડ રોલમાં જાેવા મળશે. આ સિવાય ફિલ્મમાં પ્રિયમણી, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા અને વિજય સેતુપતિ પણ જાેવા મળશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણના કેમિયોના પણ સમાચાર છે. હાલમાં ફિલ્મના બે ગીત ‘જિંદા બંદા’ અને ‘ચલેયા’ રિલીઝ થયા છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. ફેન્સને શાહરૂખ ખાનના હૂક સ્ટેપ્સ અને નયનતારા સાથેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે. જવાન’ રિલીઝ થયા બાદ શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ ‘ડંકી’માં જાેવા મળશે.આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે. તાપસી પન્નુ પણ રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ડંકીમાં શાહરૂખ ખાન સાથે જાેવા મળશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.