શાહરૂખ ખાન તેની ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. એટલી દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર ૩૧ ઓગસ્ટે રિલીઝ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેલર લોન્ચ માટે શાહરૂખ ખાન દુબઈમાં એક મેગા ઈવેન્ટમાં હાજરી આપી શકે છે. શાહરૂખ ખાને પોતે પોતાના ઠ (્ુૈંંીિ) એકાઉન્ટ પર માહિતી આપી છે કે તે ‘જવાન’ના ટ્રેલર લોન્ચ માટે દુબઈ જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ માટે ટિકિટ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. જાે કે આ સમાચાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શાહરૂખ ખાને લખ્યું- ‘ હું તમારી સાથે જવાનના જશ્નની ઉજવણી ન કરું તે શક્ય નથી. ૩૧મી ઓગસ્ટે રાત્રે ૯ વાગે બુર્જ ખલીફા પર આવી રહ્યો છું, મારી સાથે જવાનની ઉજવણી કરો. કારણ કે પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે, તો પ્રેમના રંગમાં રંગાઈ જાઓ શું કહો છો? તૈયાર!’ જણાવી દઈએ કે ‘જવાન’ શાહરૂખ ખાનની આ વર્ષની બીજી ફિલ્મ છે. આ વર્ષની શરૂઆતમાં ‘પઠાણ’ રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા અને ઘણી કમાણી પણ કરી હતી.
હવે ‘જવાન’ મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે અને દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. નયનતારા ‘જવાન’માં શાહરૂખ ખાન સાથે લીડ રોલમાં જાેવા મળશે. આ સિવાય ફિલ્મમાં પ્રિયમણી, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા અને વિજય સેતુપતિ પણ જાેવા મળશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણના કેમિયોના પણ સમાચાર છે. હાલમાં ફિલ્મના બે ગીત ‘જિંદા બંદા’ અને ‘ચલેયા’ રિલીઝ થયા છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. ફેન્સને શાહરૂખ ખાનના હૂક સ્ટેપ્સ અને નયનતારા સાથેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે. જવાન’ રિલીઝ થયા બાદ શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ ‘ડંકી’માં જાેવા મળશે.આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે. તાપસી પન્નુ પણ રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ડંકીમાં શાહરૂખ ખાન સાથે જાેવા મળશે.