Sensex : સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે સતત ત્રીજા દિવસે નુકસાન સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 384 પોઈન્ટ તૂટ્યો. જેના કારણે આજે શેરબજારમાં રોકાણકારોને આશરે રૂ.5 લાખ કરોડનું નુકસાન થયું હતું. બજારમાં ચારેબાજુ ઘટાડો જોવા મળ્યો હતો. BSE મિડકેપ ઈન્ડેક્સ 1.90 ટકા ઘટીને બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 1.65 ટકા ઘટીને બંધ થયો હતો. FMCG અને IT સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો પણ લાલ નિશાનમાં બંધ થયા છે. રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 3.41 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને યુટિલિટી શેરના સૂચકાંકો 2 ટકાથી વધુ ઘટીને બંધ થયા છે.
ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 383.69 પોઈન્ટ અથવા 0.52% વધીને 73,511.85 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE નો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 141.25 પોઈન્ટ અથવા 0.63% ના ઘટાડા સાથે 22,301.45 ના સ્તર પર બંધ થયા છે.
રોકાણકારોને ₹4.95 લાખ કરોડનું નુકસાન થયું છે.
BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 7 મેના રોજ ઘટીને રૂ. 398.44 લાખ કરોડ થઈ હતી, જે તેના અગાઉના ટ્રેડિંગ ડે એટલે કે સોમવાર, 6 મેના રોજ રૂ. 403.39 લાખ કરોડ હતી. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે રૂ. 4.95 લાખ કરોડનો ઘટાડો થયો છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો, રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 4.95 લાખ કરોડનો ઘટાડો થયો છે.