Closing bell: શેરબજારમાં આજે એટલે કે 21મી ઓગસ્ટે ફ્લેટ ટ્રેડિંગ હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 102 પોઈન્ટ વધીને 80,905 પર જ્યારે નિફ્ટી 71 પોઈન્ટના ઉછાળા સાથે હતો. 24,770ની સપાટીએ બંધ રહ્યો હતો.
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30માંથી 19 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ અને ઓટો શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, નિફ્ટીના મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ મજબૂત છે. ફાર્મા 0.54% અપ છે. FMCG 0.46% અને મેટલ 0.38% ઉપર છે.
એશિયન બજારોમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો.
. એશિયન બજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.68% નીચે છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.38% અને હોંગકોંગનો હેંગસેંગ 0.87% ડાઉન છે.
. મંગળવારે યુએસ માર્કેટ ડાઉ જોન્સ 61.56 (0.15%) પોઈન્ટ ઘટીને 40,834 પર બંધ થયો હતો. જ્યારે NASDAQ 59.83 (0.33%) પોઈન્ટ ઘટીને 17,816 પર બંધ રહ્યો હતો.
. NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 20 ઓગસ્ટના રોજ ₹1,457.96 કરોડના શેર વેચ્યા હતા. સ્થાનિક રોકાણકારો (DII)એ ₹2,252.10 કરોડના શેર ખરીદ્યા હતા.
ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી.
આ પહેલા ગઈકાલે એટલે કે 20મી ઓગસ્ટે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 378 પોઈન્ટ (0.47%)ના વધારા સાથે 80,802 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 126 પોઈન્ટ (0.51%) વધ્યો હતો. 24,698ના સ્તરે બંધ રહ્યો હતો.