Sensex : સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ભારતીય શેરબજારો લાલ નિશાનમાં ખુલ્યા હતા. બીએસઈનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 135.61 પોઈન્ટના ઘટાડા સાથે 80,667.25 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 50 પણ 49.95 પોઈન્ટના ઘટાડા સાથે 24,648.90 પોઈન્ટ પર ખુલ્યો હતો. સવારે 9.30 વાગ્યે બજાર ખૂલ્યું ત્યારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 17 કંપનીઓના શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે બાકીની 13 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. તે જ સમયે, નિફ્ટી 50 ની 50 માંથી 38 કંપનીઓના શેર લાભ સાથે ખુલ્યા હતા જ્યારે બાકીની 12 કંપનીઓના શેર નુકસાન સાથે ખુલ્યા હતા.
અદાણી પોર્ટ્સના શેરમાં સૌથી વધુ વધારો.
આજે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, અદાણી પોર્ટ્સના શેર મહત્તમ 0.84 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ સિવાય ભારતી એરટેલ 0.72 ટકા, NTPC 0.58 ટકા, સન ફાર્મા 0.53 ટકા, ટાટા મોટર્સ 0.43 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટના શેરોમાં સૌથી વધુ 1.28 ટકાના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. આ સિવાય JSW સ્ટીલ 0.74 ટકા, HDFC બેન્ક 0.67 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.65 ટકા, એક્સિસ બેન્ક 0.65 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
સેન્સેક્સ 378 પોઈન્ટ અને નિફ્ટી 126 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો.
તમને જણાવી દઈએ કે મંગળવારે ભારતીય શેરબજારો સારા ઉછાળા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 378.18 પોઈન્ટના ઉછાળા સાથે 80,802.86 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 50 પણ 126.20 પોઈન્ટના વધારા સાથે 24,698.85 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. મંગળવારે સેન્સેક્સની 30માંથી 25 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે બાકીની 5 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
મંગળવારે આ શેર્સમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
મંગળવારે બજાજ ફાઇનાન્સનો શેર સૌથી વધુ 3.25 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય ઇન્ડસઇન્ડ બેન્કના શેર 2.51 ટકા, ટેક મહિન્દ્રાના શેર 2.12 ટકા, બજાજ ફાઇનાન્સના શેર 1.57 ટકા, કોટક મહિન્દ્રા બેન્કના શેર 1.34 ટકાના વધારા સાથે બંધ થયા હતા. બીજી તરફ ભારતી એરટેલના શેર સૌથી વધુ 1.37 ટકાના નુકસાન સાથે બંધ થયા છે. આ સિવાય ITC 0.46 ટકા, અદાણી પોર્ટ્સ 0.27 ટકા, ટાટા મોટર્સ 0.10 ટકા અને JSW સ્ટીલ 0.07 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.