Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»હોસ્પિટલનું બિલ ચૂકવ્યું હતું આશિકી ફેમ રાહુલ રોયને સલમાને કરી હતી મદદ
    Entertainment

    હોસ્પિટલનું બિલ ચૂકવ્યું હતું આશિકી ફેમ રાહુલ રોયને સલમાને કરી હતી મદદ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ફિલ્મ આશિકી ફેમ એક્ટર રાહુલ રોયે સલમાન ખાનની મદદ વિશે જણાવ્યું છે. તેના પરિવારજનોએ ખુલાસો કર્યો હતો કે સલમાન ખાને મારા ખરાબ સમયમાં હોસ્પિટલનું બિલ ચૂકવીને મદદ કરી હતી. વર્ષ ૨૦૨૦માં રાહુલ રોયને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. આ કારણે તે લાંબા સમય સુધી પથારીમાં રહ્યો હતો. એક્ટર રાહુલ રોયની બહેન પ્રિયંકા રોયે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, સલમાન ખાન રિયલ હીરો છે કારણકે તેણે કપરા સમયમાં અમારા પરિવારની મદદ કરી હતી. હું સલમાન ખાનને થેંક્યુ કહેવા માગું છું. તેમણે મારા ભાઈ રાહુલ રોયનું હોસ્પિટલનું બિલ ચૂકવ્યું હતું. રાહુલ રોય કારગિલમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. રાહુલ રોયની સ્થિતિ વિશે ડોક્ટર્સનું કહેવું હતું કે રાહુલ રોયના મગજના ડાબા ભાગમાં લોહી જામી ગયું હતું.

    તેઓની તબિયતમાં સુધારો થતા સમય લાગશે. કારણકે આ ફિલ્મનું શૂટિંગ ઊંચાઈ પર થઈ રહ્યું હોવાના કારણે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હતું અને ટીમના સભ્યોને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી. એક્ટર રાહુલ રોયે વર્ષ ૧૯૯૦માં ફિલ્મ ‘આશિકી’થી ડેબ્યુ કર્યું હતું અને આ ફિલ્મ એટલી સફળ થઈ હતી કે રાહુલ રોયે ત્યારબાદ સીધી ૪૭ ફિલ્મો સાઈન કરી હતી. પરંતુ, ‘આશિકી’ બાદ રાહુલ રોયનો જાદુ ચાલી શક્યો નહીં અને તેઓ ગ્લેમર દુનિયાથી દૂર થઈ ગયા. ત્યારબાદ તેઓ ટીવી શૉ ‘બિગ બોસ’થી પણ ચર્ચામાં આવ્યા હતા. આશિકીની અપાર સફળતા પછી રાહુલ રોયને ઘણી રોમાન્ટિક ફિલ્મ્સની ઓફર આવી હતી. ‘જૂનુન’ ફિલ્મમાં તેનું પર્ફોર્મન્સ સૌથી વધારે પસંદ કરવામાં આવ્યુ હતું.

    જાેકે, એ પછી તેનું કરિયર રસ્તા પર આવી ગયું હતું. જેનું એક મોટું કારણ એ રહ્યું કે તેને ઓફર થયેલી ૧૦ ફિલ્મ્સ ડબ્બાબંધ થઈ ગઈ હતી. ક્યારેક ફિલ્મમેકરનું નિધન થયું તો ક્યારેક અન્ય કારણ રહ્યું. ઈન્ડસ્ટ્રીના લોકો એવું જણાવે છે કે સંજાેગો એવા પણ થઈ ગયા હતા કે પ્રોડ્યૂસર-ડિરેક્ટર રાહુલ રોયને ફિલ્મ ઓફર કરતા પહેલા ડરવા લાગ્યા હતાં.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.