ભારતીય યુવા ક્રિકેટર કેએલ રાહુલ પત્ની આથિયા શેટ્ટી કરતાં એકદમ અલગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેમ છતાં તે તેના પરિવારના દરેક સભ્યો સાથે સારી રીતે ભળી ગયો છે. અગાઉ સસરા સુનીલ શેટ્ટીએ ખુલાસો પણ કર્યો હતો કે, તેની પર્સનાલિટી ચાર્મિંગ છે અને તે તેની પરિવારની દરેક મહિલા સભ્યનો પ્રિય છે. હવે એક્ટરે પોતાના LinkedIn અકાઉન્ટ પરની લેટેસ્ટ પોસ્ટ જમાઈ સાથે પહેલીવાર મુલાકાત થઈ ત્યારે પોતે ખૂબ નર્વસ થઈ ગયા હતા તેનો ખુલાસો કર્યો છે. તેમણે એક લાંબી નોટ શેર કરી છે, જેમાં ડર સાથેના સંબંધ તેમજ દીકરીના પતિને પહેલીવાર મળ્યા ત્યારે શું અનુભવ્યા હતા તેના વિશે વાત કરી છે. LinkedIn અકાઉન્ટ પર સુનીલ શેટ્ટીએ લખ્યું છે
‘ફિલ્મના સેટ પર મારા પહેલા દિવસે જ હું ડરી ગયો હતો અને આ વાત છતી કરી નહોતી. ૩૦ વર્ષ બાદ પણ લેજેન્ટ રજનીકાંત સર સાથે ફિલ્મના શૂટિંગના પહેલા દિવસે હું નર્વસ હતો. ઘરે, જ્યારે આથિયા કેએલ રાહુલને પરિવાર અમને મળવા લઈને આવી ત્યારે પણ અપવાદ વગર હું નર્વસ થયો હતો. આપણે બધા એકસમયે પ્રોફેશનલ અને પર્સનલ જર્નીમાં ડરનો સામનો કરીએ છીએ. પરંતુ અહીં વાત એ છે- શું થશે જાે આપણે ડર સાથે એવું વ્યવહાર કરીએ જેમ કે આ કોઈ મોટી વસ્તુ માટે અમારી ટિકિટ હોઈ શકે છે?. ડર સાથે કેવી રીતે ડીલ કરે છે તેના વિશે પણ સુનીલ શેટ્ટીએ વાત કરી. તેમણે આગળ કહ્યું ‘સમયની સાથે, મેં ડરને નાના સંકેતની જેમ લેવાનું શરૂ કર્યું. જાણે હું કોઈ વસ્તુની ધાર પર ઉભો છું. મારું મગજ મને કહે છે કે ‘અરે ધ્યાન આપો, અહીં કંઈક અગત્યનું થઈ રહ્યું છે’. તેના વિશે વિચારો- જ્યારે પણ આપણે કંઈક નવી વાતનો સામનો કર્યો હોય, તે પછી પહેલીવાર ફિલ્મના સેટ પર જવાનું હોય અથવા નવા વેન્ચરમાં પગ મૂકવાનો હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણે ડર અથવા ગભરાટ અનુભવીએ છીએ. તમે ચમકવાના છો એવા સ્ટેજ પર પડદો ઉઘડે તે પહેલાની આ ક્ષણ છે.
તમે છલાંગ લગાવો તે પહેલા એ વિભાજિત સેકન્ડ છે, જે તમારી મુસાફરીને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે. સુનીલ શેટ્ટીએ ડરનો અર્થ નેગેટિવ રીતે ન લેવાની પણ સલાહ આપી. તેમણે કહ્યું ‘જાે આપણે આપણી જાતને યાદ અપાવીએ કે, ડર ખરાબ વસ્તુ નથી અને તેના બદલે તેને સંકેતની જેમ લઈએ અને તેને આપણા બેસ્ટ શોટ આપવા માટેની તક તરીકે લઈએ તો, આપણે ખરેખર સારું કરી શકીએ છીએ. શું આપણે આપણી જાતને યાદ અપાવી શકીએ કે ડર માત્ર વૃદ્ધિનો ભાગ છે? શું આપણે ડરને આપણે હિંમત માટેના જિમ તરીકે લઈ શકીએ? ડરથી આપણા પગ ધ્રૂજવા લાગે છે, આપણને અસ્વસ્થ કરી દે છે. પરંતુ મારા કરિયર અને અંગત જીવનની કેટલીક મહત્વપૂર્ણ ક્ષણો દરમિયાન તે મારા માટે ટ્રેનર સાબિત થયો છે. આ સિવાય સત્ય એ પણ છે કે, ઘણીવાર આપણે જેનો ડર રાખીએ છીએ તે વાસ્તવિક પણ નથી. તે માત્ર શંકાઓનો સંગ્રહ છે.