રાજકોટમાં આતંકવાદી ઝડપાયા બાદ સુરેન્દ્રનગરમાં ર્જીંય્ પોલીસ સતર્ક થઈ છે. બંગાળથી આવી સોની કામ કરનારા કારીગરોની નોંધણી કરવામાં આવી હતી. નોંધણી માટે SOG પોલીસ કચેરી બહાર કારીગરોની લાંબી કતાર લાગી. સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૮૧ પરિવારજનો કલકત્તાથી આવી વસવાટ કરી રહ્યા છે. જેથી તમામ પરિવારજનોના આધાર કાર્ડ, પાનકાર્ડ રહેણાંકના પુરાવાઓની નોંધણી કરાઈ હતી.
બંગાળી લોકો સોની વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.મહત્વનુ છે કે અગાઉ રાજકોટની સોનીબજારમાંથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ છેલ્લા કેટલાય સમય થી આતંકવાદીઓની ગતિવિધિ પર વોચ રાખી રહી હતી.