ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી ઘર્ષણ વચ્ચે કેનેડાએ આખરે પોતાના ૪૧ ડિપ્લોમેટ્સને ભારતમાંથી પાછા બોલાવી લીધા છે. . એ પછી કેનેડાના મંત્રીએ નિવેદન આપ્યુ હતુ કે, આ ર્નિણયની અસર ભારતમાં રહેતા અને કેનેડાના વિઝા મેળવવા માંગતા લોકો પર થશે.
જાેકે હવે કેનેડા વતી વિઝા સર્વિસ ચલાવતી એજન્સીએ કહ્યુ છે કે, અમારા કામકાજ પર તેની કોઈ અસર નહીં થાય. અમારા ભારતમાં ૧૦ સેન્ટર રાબેતા મુજબ કામ કરશે. આ દસ સેન્ટર દિલ્હી, જલંધર, ચંદીગઢ, મુંબઈ , અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઈ, હૈદ્રાબાદ, કોલકાતા અને પૂણેમાં આવેલા છે.
એજન્સીએ કહ્યુ છે કે, કેનેડાના ઈમિગ્રેશન વિભાગની સૂચના પ્રમાણે અમારા સેન્ટરો રાબેતા મુજબ કામ કરશે. જ્યાં વિઝા એપ્લિકેશનની કાર્યવાહી રાબેતા મુજબ ચાલતી રહેશે.
આ પહેલા ભારતમાં કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યુ હતુ કે, ભારતમાં અમારા ૬૨ ડિપ્લોમેટ્સ હતા. આ પૈકી ૪૧ને ભારતે દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. તેઓ દેશ છોડી ગયા છે અને હવે ૨૧ જ ડિપ્લોમેટસ કેનેડામાં છે. જેના કારણે અમારે ઈમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ માટેના કર્મચારીઓની સંખ્યા ૨૭ થી ઘટાડીને પાંચ કરી નાંખી છે.