Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»મિડલ ઈસ્ટના તણાવ અને ક્રૂડ ઓઈલની અસ્થિરતા વચ્ચે મોંઘવારીનો માર: RBI વધારી શકે છે EMI?
    Business

    મિડલ ઈસ્ટના તણાવ અને ક્રૂડ ઓઈલની અસ્થિરતા વચ્ચે મોંઘવારીનો માર: RBI વધારી શકે છે EMI?

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarOctober 1, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મોંઘવારીનો ડબલ ઝાટકો: નોમુરાની ચેતવણી, તહેવારોની સિઝનમાં હોમ અને કાર લોન લેનારાઓ પર વધશે આર્થિક બોજ

    મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં થયેલા ભડાકાને કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનું જોખમ વધુ ઘેરૂ બન્યું છે. આ વૈશ્વિક પરિસ્થિતિઓની સીધી અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી રહી છે. જાપાનની જાણીતી બ્રોકરેજ ફર્મ નોમુરા (Nomura) ના એક તાજેતરના અહેવાલે દેશના લોન લેનારાઓ માટે મોટી ચિંતા ઊભી કરી છે. રિપોર્ટ મુજબ, ભારતીય રિઝર્વ બેંક (RBI) આગામી મહિનાઓમાં લોનની વ્યાજદરો અને રેપો રેટમાં વધારો કરી શકે છે, જેના કારણે સામાન્ય માણસની લોનની ઈએમઆઈ (EMI) મોંઘી બનવાની પૂરી શક્યતા છે.

    નોમુરા અને રોઇટર્સની ચેતવણી: રેપો રેટ વધવાના એંધાણ

    નોમુરાના અહેવાલ મુજબ, વધતી મોંઘવારી અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો પ્રતિ બેરલ ૧૦૭ ડૉલર સુધી પહોંચવાને કારણે આરબીઆઈ વ્યાજદરો વધારવા મજબૂર બની શકે છે.

    • એવો દાવો કરવામાં આવ્યો છે કે આગામી મહિનાઓમાં કુલ મળીને રેપો રેટમાં 0.50% સુધીનો વધારો થઈ શકે છે.

    • ખાસ કરીને ૫ થી ૭ ઓક્ટોબર, ૨૦૨६ દરમિયાન યોજાનારી આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકમાં જ વ્યાજદરોમાં 0.25% નો વધારો થવાની પ્રબળ સંભાવના છે, જેથી રેપો રેટ 5.25% થી વધીને 5.50% થઈ શકે છે.

    • જો આ નિર્ણય લેવાય છે, તો તહેવારોની મોસમમાં જ્યારે લોકોના ખર્ચ પહેલેથી જ વધુ હોય છે, ત્યારે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની માસિક કપ્તા (EMI) માં ભારે વધારો જોવા મળશે.

    વર્ષ ૨૦૨૫ માં વ્યાજદરોમાં મળી હતી મોટી રાહત

    અગાઉના વર્ષ એટલે કે ૨૦૨૫ માં રિઝર્વ બેંકે સામાન્ય જનતાને મોટી રાહત આપી હતી. વર્ષ ૨૦૨૫ દરમિયાન રિટેલ ફુગાવો (Retail Inflation) રેકોર્ડ નિમ્ન સ્તરે આવી ગયો હતો, જેના કારણે આરબીઆઈએ વિવિધ તબક્કામાં રેપો રેટમાં કુલ ૧.૨૫% (125 બેસિસ પોઈન્ટ) નો મોટો ઘટાડો કર્યો હતો. તે સમયે રેપો રેટ 6.50% થી ઘટાડીને સીધો 5.25% પર લાવી દેવામાં આવ્યો હતો, જેનાથી ગ્રાહકોની ઈએમઆઈ ઓછી થઈ હતી અને લોન સસ્તી બની હતી.

    આરબીઆઈ દ્વારા ૨૦૨૫ દરમિયાન કરવામાં આવેલા ઘટાડાની મુખ્ય વિગતો નીચે મુજબ હતી:

    • જાન્યુઆરી ૨૦૨૫: પ્રારંભિક સ્તર 6.50% પર હતો.

    • ફેબ્રુઆરી ૨૦૨૫: 0.25% ના ઘટાડા બાદ દર 6.25% થયો.

    • એપ્રિલ ૨૦૨૫: વધુ 0.25% ના ઘટાડા સાથે દર 6.00% થયો.

    • જૂન ૨૦૨૫: 0.50% નો મોટો ઘટાડો કરીને દર 5.50% પર પહોંચાડાયો.

    • ડિસેમ્બર ૨૦૨૫: અંતિમ 0.25% ના ઘટાડા સાથે રેપો રેટ ઘટીને 5.25% પર સ્થિર થયો હતો.

    વર્ષ ૨૦૨૬ માં સ્થિતિ બદલાઈ: લોન મોંઘી થવાની શક્યતા

    વર્ષ ૨૦૨૬ ની શરૂઆતથી અત્યાર સુધી રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તે 5.25% પર જ જળવાઈ રહ્યો હતો. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધવાથી દેશમાં મોંઘવારીનું જોખમ ફરી વધી ગયું છે.

    જો આરબીઆઈ રેપો રેટમાં વધારો કરે છે, તો તેની સીધી અસર બેંકો દ્વારા અપાતી ધિરાણ પર પડશે. પરિણામે:

    1. હાલની લોનની માસિક ઈએમઆઈ (EMI) વધી જશે.

    2. જો કોઈ ગ્રાહક ઈએમઆઈ વધારવા માંગતો ન હોય, તો લોનનો સમયગાળો (Tenure) લંબાઈ જશે.

    3. નવું વાહન, ઘર કે પર્સનલ લોન લેનારાઓ માટે વ્યાજ દર ઊંચા ચૂકવવા પડશે.

    આગામી દિવસોમાં સેન્ટ્રલ બેંક દ્વારા લેવાનારા આ નિર્ણયો પર દેશભરના અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોનધારકોની ખાસ નજર રહેશે.

    #RepoRate Inflation RBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      DA Hike Alert: ઓગસ્ટના CPI-IW આંકડામાં મોટો ઉછાળો, કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં થશે જંગી વધારો

      October 3, 2026

      UPI નિયમોમાં મોટો ફેરફાર: 15 ઓક્ટોબરથી ₹2,000 થી વધુના પેમેન્ટ પર લાગશે 0.4% MDR, જાણો કોના પર પડશે અસર

      October 3, 2026

      ₹1.50 લાખ પહોંચતા બદલાયો મોહ: ભારતીયો હવે ભારે આભૂષણો છોડી ખરીદી રહ્યા છે લાઈટવેઈટ જ્વેલરી

      October 3, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.