Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»RBI ગવર્નર સંજય મલ્હોત્રાનો મહત્વનો એલાન: વ્યાજદરમાં ફેરફાર થશે?
    Business

    RBI ગવર્નર સંજય મલ્હોત્રાનો મહત્વનો એલાન: વ્યાજદરમાં ફેરફાર થશે?

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarApril 8, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Big decision on repo rate: લોનધારકો માટે શું સંકેત આપશે RBI

    ભારતના કરોડો લોનધારકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે આજનો દિવસ અત્યંત મહત્વનો બની રહ્યો છે. Reserve Bank of India (RBI) ના ગવર્નર Sanjay Malhotra આજે સવારે 10 વાગ્યે નવા નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ મોનીટરી પોલિસીના પરિણામોની જાહેરાત કરશે. 6 એપ્રિલથી શરૂ થયેલી ત્રણ દિવસીય બેઠકમાં વ્યાજદરો અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ છે, જેમાં મુખ્ય પ્રશ્ન એ છે કે હોમ લોન અને કાર લોનની EMIમાં રાહત મળશે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને વ્યાજદરો સ્થિર રાખવામાં આવશે.

    આ જાહેરાત સાથે ગવર્નર મલ્હોત્રા બપોરે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે, જેમાં દેશની આર્થિક સ્થિતિ અને આવનારા સમયમાં અપનાવવામાં આવનાર નીતિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. નવા નાણાકીય વર્ષની આ પ્રથમ બેઠક હોવાથી તેના નિર્ણયો આખા વર્ષ માટે આર્થિક દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

    મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને બેંકિંગ નિષ્ણાતો માને છે કે આ વખતે રેપો રેટમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે અને તે 5.25% પર યથાવત રાખવામાં આવી શકે છે. તેની પાછળ મુખ્ય કારણ રૂપિયાની કમજોરી છે, જે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ડોલર સામે નોંધપાત્ર રીતે ઘટ્યો છે. કમજોર રૂપિયા આયાતને મોંઘી બનાવે છે, જેને નિયંત્રિત કરવા માટે RBI કડક વલણ અપનાવી શકે છે. સાથે સાથે, મોંઘવારીનો જોખમ હજી પણ યથાવત છે. જો કે રિટેલ ઇન્ફ્લેશન 4%ના લક્ષ્યની આસપાસ પહોંચી ગયું છે, પરંતુ ઇંધણ અને પરિવહન ખર્ચમાં વધારો ફરીથી મોંઘવારીને ઉપર ધકેલી શકે છે.

    ઉલ્લેખનીય છે કે 2025માં RBIએ વ્યાજદરમાં કુલ 125 બેસિસ પોઇન્ટની કપાત કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી હતી. જોકે, વૈશ્વિક પરિસ્થિતિઓમાં આવેલા ફેરફારોને કારણે હવે કેન્દ્રિય બેંક વધુ સાવચેત અભિગમ અપનાવી રહી છે. ફેબ્રુઆરી 2026ની બેઠકમાં પણ વ્યાજદરો સ્થિર રાખવામાં આવ્યા હતા અને આ વખતે પણ ‘વેઇટ એન્ડ વોચ’ની નીતિ ચાલુ રહેવાની શક્યતા છે.

    બજારની નજર માત્ર વ્યાજદરો પર જ નહીં પરંતુ વિકાસદરના અંદાજ પર પણ રહેશે. કાચા તેલની કિંમતોમાં દરેક 10 ડોલરની વૃદ્ધિ ભારતની મોંઘવારીમાં અંદાજે 0.60%નો વધારો કરી શકે છે. આવી પરિસ્થિતિમાં ગવર્નર મલ્હોત્રાનું નિવેદન આવનારા સમયમાં સામાન્ય માણસના ખર્ચ પર શું અસર પડશે તે સ્પષ્ટ કરશે.

    RBI RBI Monetary Policy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      Adani Group ઓડિશામાં કરશે ₹33,081 કરોડનું મોટું રોકાણ

      April 8, 2026

      Massive Market Rally: રોકાણકારોએ મિનિટોમાં ₹14 લાખ કરોડ કમાયા

      April 8, 2026

      Gold Silver Price Today: સોનાં-ચાંદીના ભાવમાં જોરદાર વધારો, જાણો તાજા રેટ

      April 8, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.