Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»મોઢામાં આંગળા નાંખી જશો એવી તગડી છે નેટવર્થ રજનીકાંતે ક્યારેય નથી કર્યુ કોઇપણ બ્રાન્ડનું પ્રમોશન
    Entertainment

    મોઢામાં આંગળા નાંખી જશો એવી તગડી છે નેટવર્થ રજનીકાંતે ક્યારેય નથી કર્યુ કોઇપણ બ્રાન્ડનું પ્રમોશન

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 28, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુપરસ્ટાર રજનીકાંત પાસે કરોડોની સંપત્તિ છે. તેમણે વર્ષ ૧૯૭૫માં તમિલ ફિલ્મ Apoorva Raagangal થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જાેયુ. તેઓ ફેમસ તો થયાં જ સાથે જ તેમણે તગડી કમાણી પણ કરી છે. તેમની પાસે આલિશાન બંગલા, મોંઘી ગાડીઓનું કલેક્શન અને દરેક પ્રકારની સુખ સુવિધા બધું જ છે. જાે કે તે વાત તમને જાણીને નવાઇ લાગશે કે રજનીકાંત ખૂબ જ સિંપલ લાઇફ જીવે છે. તે જ્યારે પણ પોતાના ઘરેથી બહાર નીકળે છે ત્યારે તે પોતાના રિયલ લુકમાં જ જાેવા મળે છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, રજનીકાંતની નેટવર્થ ૪૩૦ કરોડ રૂપિયા છે. તે સાઉથ સિનેમાના કદાચ એકમાત્ર એવા એક્ટર છે, જેમણે કોઇપણ બ્રાન્ડ કે કોઇપણ પ્રોડક્ટનું પ્રમોશન નથી કર્યુ. તેમણે પોતાના આટલા વર્ષના કરિયરમાં એક પણ બ્રાન્ડને પ્રમોટ નથી કરી. રજનીકાંત ક્યારેક એક ફિલ્મ માટે ૩૦ હજાર રૂપિયા ફીસ લેતા હતાં અને આજના સમયમાં તે ૧૦૦ કરોડથી વધુ ફીસ ચાર્જ કરે છે.

    જાણકારી અનુસાર, રજનીકાંતે ‘જેલર’ ફિલ્મમાં કામ કરવા માટે ૧૧૦ કરોડ ફીસ લીધી છે. ચેન્નઇના Poes ગાર્ડનમાં રજનીકાંતનું આલિશાન ઘર છે, જેમાં દરેક પ્રકારની સુવિધા છે. આ ઘરની કિંમત આશરે ૩૫ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. રજનીકાંત એક વેડિંગ હોલના પણ માલિક છે. તેના ડાયનિંગ એરિયામાં ૨૭૫ લોકો આરામથી આવી શકે છે અને તેમાં આશરે ૧૦૦૦ મહેમાનો માટે રૂમ છે. આ પ્રોપર્ટીની કિંમત આશરે ૧૦થી ૨૦ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. રજનીકાંત લક્ઝરી કારના પણ શોખીન છે. તેમની પાસે બે રોલ્સ રોયસ છે. પહેલી Rolls Royce Ghost ૬ કરોડ રૂપિયાની છે. બીજી Rolls Royce Phantom છે જેની કિંમત ૧૬.૫ કરોડ છે. આ ઉપરાંત રજનીકાંત પાસે ૨ કરોડની Mercedes-Benz G Wagon અને ૩.૧૦ કરોડની Lamborghini Urus પણ છે. રજનીકાંત પાસે અન્ય પણ ઘણી કારનું શાનદાર કલેક્શન છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.