Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ટી૨૦ શ્રેણી જીત્યા બાદ હાર્દિકને પૂરનનો જડબાતોડ જવાબ પૂરને ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરી હાર્દિકને મોઢું બંધ રાખવા ઈશારો કર્યો
    Cricket

    ટી૨૦ શ્રેણી જીત્યા બાદ હાર્દિકને પૂરનનો જડબાતોડ જવાબ પૂરને ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરી હાર્દિકને મોઢું બંધ રાખવા ઈશારો કર્યો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 14, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટી૨૦ સિરીઝ જીત્યા બાદ નિકોલસ પૂરને હાર્દિક પંડ્યાને જડબાતોડ જવાબ આપ્યો છે. પૂરને અકીલ હુસૈન સાથે એક વીડિયો બનાવ્યો છે, જેમાં તે પોતાનું મોઢું બંધ રાખવાનો ઈશારો કરી રહ્યો છે અને તેની સાથે અકીલ હુસૈન પણ છે, જે ફ્લાઈંગ કિસ આપી રહ્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે પૂરને એક કેપ્શન પણ લખ્યું છે. પૂરનની પોસ્ટ પરથી અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી સ્ટોરી પણ પોસ્ટ કરી છે. આ જાેઈને સ્પષ્ટ થાય છે કે પૂરને હાર્દિક પંડ્યાને જડબાતોડ જવાબ આપ્યો છે અને તેને મોં બંધ રાખવા કહ્યું છે.

    ભારતીય ટીમ પાંચ મેચોની ટી૨૦ સિરીઝની પ્રથમ બે મેચ હારી ગઈ હતી, પરંતુ ત્રીજી મેચમાં ભારતે વાપસી કરીને ૭ વિકેટે મેચ જીતી લીધી હતી. આ પછી હાર્દિક પંડ્યાએ કહ્યું કે જાે નિકોલસ પૂરન તેની સામે મોટા શોટ રમે તો તેને ગમશે. હાર્દિકે કહ્યું હતું કે જાે નિકી મારી બોલિંગ પર શોટ મારવા માંગે છે, તો તેને મારવા દો અને આ જ રણનીતિ હતી, હું આવી સ્પર્ધાનો આનંદ માણું છું. હું જાણું છું કે તે આ સાંભળશે અને ચોથી ટી૨૦ મેચમાં મને જાેરદાર ટક્કર આપશે.

    ચોથી ટી૨૦ મેચમાં પૂરનને કુલદીપ યાદવે વહેલોઆઉટ કર્યો હતો અને ભારતીય ટીમે ૧૭૯ રનનો લક્ષ્ય ખૂબ જ સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે ફિફ્ટી ફટકારીને ટીમને જીત અપાવી હતી. પાંચમી મેચમાં પૂરને હાર્દિકની ભવિષ્યવાણી સાચી સાબિત કરી અને ૧૬૬ રનનો પીછો કરતાં તેણે હાર્દિકની ઓવરમાં સતત બે છગ્ગા ફટકાર્યા હતા. નિકોલસ પૂરને શાનદાર ૪૭ રન બનાવ્યા અને પોતાની ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો. પૂરનની શાનદાર બેટિંગના કારણે વેસ્ટ ઈન્ડિઝે સિરીઝ ૩-૨થી જીતી લીધી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      National Award: બદનામીએ કરિયર છીનવ્યું, છૂટાછેડાએ દિલ તોડ્યું, પણ હિંમતે શ્વેતા બસુ પ્રસાદને બનાવી OTTની નવી સુલતાન!

      April 7, 2026

      ICCનો કડક નિયમ—કે નામિબિયાનું ભાગ્ય? યજમાન હોવા છતાં વર્લ્ડ કપમાંથી બાકાત રહેવાનો ભય

      April 6, 2026

      GT vs RR: શુભમન ગિલ સામે આર્ચરની ‘સ્પીડ’ દિવાલ, શું હારનો સિલસિલો તૂટશે?

      April 4, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.