‘PM Surya’ scheme:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આજે પીએમ મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. ‘PM સૂર્ય ઘર મફત વીજળી યોજના’ આજે મંજૂર કરવામાં આવી છે, આ યોજના હેઠળ એક કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે.
કેબિનેટે કુલ રૂ. 75,021 કરોડના ખર્ચ સાથે એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પાવર ઇન્સ્ટોલ કરવા માટે પીએમ-સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી, 2024ના રોજ શરૂ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 2025 સુધીમાં કેન્દ્ર સરકારની તમામ ઇમારતો પર પ્રાથમિકતાના ધોરણે રૂફટોપ સોલર લગાવવામાં આવશે.
NBS પોષક તત્વો પર રૂ. 24,420 કરોડની સબસિડી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “કેબિનેટે ખરીફ સીઝન 2024 (એપ્રિલ 1, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024) માટે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો પર પોષક તત્ત્વો આધારિત સબસિડી દર અને NBS યોજના હેઠળ 3 નવા ખાતર ગ્રેડના સમાવેશને મંજૂરી આપી છે.” સરકાર NBS આધારિત પોષક તત્વો પર 24,420 કરોડ રૂપિયાની સબસિડી આપશે.