Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»પેન્શનધારકોને DRમાં આટલો મોટો તફાવત કેમ? 7મા પગાર પંચમાં 63%, તો 5મા પગાર પંચમાં 497% મોંઘવારી રાહત!
    Business

    પેન્શનધારકોને DRમાં આટલો મોટો તફાવત કેમ? 7મા પગાર પંચમાં 63%, તો 5મા પગાર પંચમાં 497% મોંઘવારી રાહત!

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarNovember 18, 2026No Comments4 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Funds
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પેન્શનધારકો માટે મોટા સમાચાર! 5મા, 6ઠ્ઠા અને 7મા પગાર પંચમાં DRના દર અલગ, જાણો પાછળનું ગણિત

    સરકારી પેન્શન મેળવતા લોકોના મનમાં ઘણીવાર એક સવાલ ઊભો થાય છે કે જ્યારે મોંઘવારીની અસર તમામ લોકો પર સરખી પડે છે, તો પછી અલગ-અલગ પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા લોકોને મોંઘવારી રાહત એટલે કે DR અલગ દરે કેમ આપવામાં આવે છે? હાલમાં 7મા પગાર પંચ હેઠળ આવતા પેન્શનધારકોને 63 ટકા DR મળી રહ્યો છે, જ્યારે 6મા પગાર પંચના કેટલાક પેન્શનધારકો માટે આ દર 269 ટકા અને 5મા પગાર પંચના લાભાર્થીઓ માટે 497 ટકા સુધી પહોંચ્યો છે. આ અંગે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે 17 નવેમ્બર, 2026ના રોજ સત્તાવાર ઓફિસ મેમોરેન્ડમ જાહેર કર્યું છે. આ આંકડા પહેલી નજરે આશ્ચર્યજનક લાગે છે, પરંતુ તેની પાછળ પેન્શનની ગણતરી અને જૂના ભથ્થાના મર્જરનું ગણિત જવાબદાર છે.

    Scheme

    5મા, 6ઠ્ઠા અને 7મા પગાર પંચમાં DRના દર કેટલા?

    મંત્રાલયના 17 નવેમ્બર, 2026ના સત્તાવાર આદેશ અનુસાર, 5મા પગાર પંચના પગારધોરણ હેઠળ પેન્શન મેળવતા પેન્શનધારકોને 1 જુલાઈ, 2026થી 497 ટકા મોંઘવારી રાહત આપવામાં આવશે. બીજી તરફ, 6ઠ્ઠા પગાર પંચ હેઠળ આવતા પેન્શનધારકો માટે આ દર 269 ટકા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે 7મા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા લોકોને 63 ટકા DR મળે છે. આટલો મોટો તફાવત જોઈને ઘણા લોકોને એવું લાગી શકે છે કે જૂના પગાર પંચના પેન્શનધારકોને વધારે ફાયદો થઈ રહ્યો છે. પરંતુ હકીકતમાં માત્ર DRની ટકાવારી જોઈને મળતી કુલ પેન્શનનો અંદાજ લગાવી શકાય નહીં. કારણ કે દરેક પગાર પંચ હેઠળ મૂળ પેન્શનની રકમ અલગ હોય છે.

    જૂના મોંઘવારી ભથ્થાને બેઝિક પેન્શનમાં મર્જ કરાયું

    DRના દરમાં આટલો મોટો તફાવત હોવાનું મુખ્ય કારણ જૂના મોંઘવારી ભથ્થાને મૂળ પેન્શન એટલે કે બેઝિક પેન્શનમાં મર્જ કરવાની પ્રક્રિયા છે. તેને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે 6ઠ્ઠા પગાર પંચ હેઠળ કોઈ પેન્શનધારકની બેઝિક પેન્શન 10,000 રૂપિયા છે. જો તે હજુ પણ 6ઠ્ઠા પગાર પંચ હેઠળ જ પેન્શન મેળવતો હોય તો તેની મૂળ પેન્શન 10,000 રૂપિયા રહેશે. તેના પર 269 ટકા DR એટલે કે 26,900 રૂપિયા મળશે. આમ, તેની કુલ માસિક પેન્શન 36,900 રૂપિયા થશે. અહીં ધ્યાન આપવાની બાબત એ છે કે DRની ઊંચી ટકાવારી હોવા છતાં મૂળ પેન્શનની રકમ ઓછી હોવાથી કુલ પેન્શન મર્યાદિત રહે છે.

    7મા પગાર પંચમાં કેવી રીતે બદલાઈ ગયું પેન્શનનું ગણિત?

    હવે આ જ ઉદાહરણને 7મા પગાર પંચના આધારે સમજીએ. વર્ષ 2016માં 7મો પગાર પંચ લાગુ થયો ત્યારે સરકારે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને જૂની બેઝિક પેન્શનને સુધારી હતી. એટલે કે, 10,000 રૂપિયાની જૂની બેઝિક પેન્શન વધીને 25,700 રૂપિયા થઈ ગઈ હતી. આ ઉપરાંત, તે સમયે 125 ટકા સુધી પહોંચી ગયેલા જૂના મોંઘવારી ભથ્થાને નવી બેઝિક પેન્શનમાં મર્જ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ DRની ગણતરી ફરી શૂન્યથી શરૂ થઈ હતી. હવે 63 ટકાના દરે 25,700 રૂપિયા પર 16,191 રૂપિયા DR મળે છે. આમ, કુલ માસિક પેન્શન 41,891 રૂપિયા થાય છે, જે જૂની પેન્શન કરતાં વધારે છે.

    Diwali Bonus

    5મા પગાર પંચના પેન્શનધારકોને 497% DR કેમ મળે છે?

    હવે સવાલ એ છે કે 5મા પગાર પંચ હેઠળ આવતા પેન્શનધારકો માટે DRનો દર 497 ટકા સુધી કેમ પહોંચ્યો છે? તેનું કારણ એ છે કે આ કેટેગરીના કેટલાક પેન્શનધારકોની મૂળ પેન્શન અથવા એક્સ-ગ્રેશિયાની રકમ હજુ પણ વર્ષ 1996ના જૂના પગારધોરણના આધારે નક્કી થાય છે. એટલે કે, તેમની મૂળ પેન્શનની રકમ આજના સમયની સરખામણીએ ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં મોંઘવારીની અસરને સરભર કરવા માટે સરકાર વધારે ટકાવારીથી રાહત આપે છે. તેથી જ 497 ટકા DRનો આંકડો જોવા મળે છે. જોકે, આનો અર્થ એવો નથી કે તેમને 7મા પગાર પંચના પેન્શનધારકો કરતાં વધારે કુલ પેન્શન મળે છે.

    પેન્શનધારકોએ માત્ર DRની ટકાવારી જોઈને નિર્ણય ન લેવો

    આ સમગ્ર ગણિત પરથી સ્પષ્ટ થાય છે કે અલગ-અલગ પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા લોકોના DRમાં તફાવત તેમની મૂળ પેન્શનની રકમને કારણે છે. 7મા પગાર પંચના પેન્શનધારકોની બેઝિક પેન્શન અગાઉના પગાર પંચની સરખામણીએ વધારી દેવામાં આવી હોવાથી તેમને ઓછી ટકાવારી પર પણ નોંધપાત્ર રકમ મળે છે. બીજી તરફ, જૂના પગાર પંચના કેટલાક લાભાર્થીઓની મૂળ પેન્શન ઓછી હોવાથી તેમને 269 અને 497 ટકા જેવા ઊંચા દરે DR આપવામાં આવે છે. એટલે પેન્શનધારકોએ માત્ર ટકાવારી નહીં, પરંતુ પોતાની બેઝિક પેન્શન અને કુલ મળવાપાત્ર રકમ પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ જ કારણ છે કે 5મા, 6ઠ્ઠા અને 7મા પગાર પંચના DRના આંકડામાં આટલો મોટો તફાવત જોવા મળે છે.

    #DearnessRelief #Pensioners
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      માઇક્રોસોફ્ટમાં AIના કારણે બદલાઈ રહ્યું છે કામકાજ? 60 હજાર કર્મચારીઓને નોકરી છોડવા માટે બાયઆઉટ ઓફર

      November 18, 2026

      શેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ 700થી વધુ પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹5 લાખ કરોડ સ્વાહા

      November 18, 2026

      સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! 13 દિવસમાં ચાંદી ₹25,000 સસ્તી, ડિસેમ્બરમાં હજુ ઘટશે ભાવ કે ફરી આવશે તેજી?

      November 18, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.