Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પડકારોને પાર કરીને ઈસરોએ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ લોન્ચ કરી ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળ, ક્રૂ કેપ્સૂલે દરિયામાં કર્યું સુરક્ષિત લેન્ડિંગ
    India

    પડકારોને પાર કરીને ઈસરોએ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ લોન્ચ કરી ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળ, ક્રૂ કેપ્સૂલે દરિયામાં કર્યું સુરક્ષિત લેન્ડિંગ

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી છે. પડકારોને પાર કરીને ઈસરોએ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ રવિવારે સવારે ૧૦ વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ગગનયાનના ક્રૂ મોડ્યુલને લોન્ચ કર્યું હતું. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-૧ અને ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાયન્ટ (ટીવી-ડી૧) પણ કહેવામાં આવે છે. ક્રૂ મોડ્યુલ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ દ્વારા લોન્ચ કરાયેલા રોકેટથી અલગ થઈ ગયું છે. પેરાશૂટ ખુલતાની સાથે જ આ ક્રૂ મોડ્યુલ શ્રીહરિકોટા કિનારે બંગાળની ખાડીમાં પડવાનું છે. તેને રિકવર કરવા માટે ભારતીય નૌકાદળનું જહાજ અને ડાઇવર્સની ટીમ તૈનાત છે.

    ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગગનયાન મિશન ટીવી-ડી૧ મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટની ઉડાણ સફળ રહી છે. આ મિશનનો હેતુ ક્રૂ એસ્કેપ સિસ્ટમની તપાસ કરવાનો હતો. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે ગગનયાન મિશન ટીવી-ડી૧ મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળ રહી છે. આ મિશનનો હેતુ ક્રૂ એસ્કેપ સિસ્ટમની તપાસ કરવાનો હતો. ટેસ્ટ વ્હીકલ એસ્ટ્રોનોટ માટે બનાવવામાં આવેલા ક્રૂ મોડ્યુલને પોતાની સાથે ઉપર લઇ જશે. રોકેટ ક્રૂ મોડ્યુલને લઈને સાડા સોળ કિલોમીટર સુધી જશે અને પછી બંગાળની ખાડીમાં ઉતરશે.

    અગાઉ શનિવારે પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ આઠ વાગ્યે લોન્ચ થવાનું હતું પરંતુ બાદમાં તેને ૧૦ વાગ્યે શિડ્યૂલ કરાયું હતું. પરંતુ લોન્ચિંગ પહેલા એન્જિન યોગ્ય રીતે કામ કરી શક્યા ન હતા જેના કારણે લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ ટેસ્ટ ફ્લાઇટની સફળતા ગગનયાન મિશનના આગળના તમામ આયોજનની રૂપરેખા નક્કી કરશે. આ પછી આવતા વર્ષે બીજી ટેસ્ટ ફ્લાઈટ હશે જેમાં હ્યુમનનોઈડ રોબોટ વ્યોમિત્રને મોકલવામાં આવશે. એબોર્ટ ટેસ્ટનો અર્થ એ છે કે જાે કોઈ સમસ્યા હોય તો અવકાશયાત્રી સાથે આ મોડ્યુલ તેમને સુરક્ષિત રીતે નીચે લાવી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત સમિટ 2026માં રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું- ‘અમે મોદીને હરાવવા જઈ રહ્યા છીએ’

      November 14, 2026

      રાહુલ ગાંધીએ શેર કર્યો પિતા રાજીવ ગાંધીનો 36 વર્ષ જૂનો પત્ર, PM મોદીને ફરી આપી ડિબેટની ચેલેન્જ

      November 13, 2026

      IBPS Recruitment 2026: બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવાની તક, આજે જ અરજી કરવાની છેલ્લી તારીખ, જાણો પગાર અને લાયકાત

      November 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.