Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»તહેવારોના સમયમાં ડુંગળીના ભાવમાં થયો વધારો ડુંગળીનાં ભાવ રૂ. ૧૬ થી ૨૨ રૂ. પ્રતિકીલો બોલાઈ રહ્યા છે
    Gujarat

    તહેવારોના સમયમાં ડુંગળીના ભાવમાં થયો વધારો ડુંગળીનાં ભાવ રૂ. ૧૬ થી ૨૨ રૂ. પ્રતિકીલો બોલાઈ રહ્યા છે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 7, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ટામેટા બાદ હવે ડુંગળી સામાન્ય લોકોને રડાવશે. કહેવાય છે કે, ડુંગળીના ભાવમાં વધારો થવાનો છે. હાલમાં હોલસેલ માર્કેટમાં ડુંગળીનાં ભાવ રૂ. ૧૬ થી ૨૨ રૂ. પ્રતિકીલો બોલાઈ રહ્યા છે. એક સપ્તાહ પહેલા હોલસેલમાં પ્રતિકીલો ૧૬ થી ૧૭ પ્રતિકિલો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ વધારો શરૂ થયો છે. છેલ્લા આઠ દિવસથી ડુંગળીના ભાવમાં એક મણ ના ૮૦ થી ૧૦૦ રૂપિયા જેવો વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં ડુંગળીના ભાવ આસમાને પહોંચે તેવી શક્યતાઓ છે. યાર્ડમાં જથ્થાબંધ ડુંગળીના ૩૦૦ થી ૪૦૦ રૂપિયા મણના પહોંચ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બેથી અઢી હજાર કટાની આવક છે. ઓછી આવકના પગલે સતત ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. તો ડુંગળીના છૂટક એક કિલો ના ભાવ ૨૫ થી ૩૦ રૂપિયા એ પહોંચ્યા છે.

    ડુંગળીના ભાવમાં વધારાના અનેક કારણો છે જેમાં મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, કર્ણાટક રાજ્યમાં વરસાદી અસરના કારણે ભાવ વધારો મુખ્ય છે. મહારાષ્ટ્રમાં વરસાદી માહોલમાં ડુંગળીનો સ્ટોક બગડ્યો હોવાથી આવક ઘટી છે. જ્યારે કર્ણાટકમાં વરસાદના અભાવે ૪૦ % જ પાક લેવાયો છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વરસાદી ફેક્ટર અસર કરતા ડુંગળીના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. દિવાળી સુધી ડુંગળીના ભાવમાં વધારો રહે તેવું વેપારીઓનું અનુમાન છે. ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સ રિપોર્ટ અનુસાર, માગ-પુરવઠાના અસંતુલનની અસર ઓગસ્ટના અંત સુધીમાં ડુંગળીના ભાવમાં જાેવા મળે તેવી અપેક્ષા છે. અમારી જમીની વાતચીત મુજબ, સપ્ટેમ્બરની શરૂઆતથી રિટેલ માર્કેટમાં ભાવ વધવાની ધારણા છે, જે પ્રતિ કિલો રૂ. ૬૦-૭૦ને સ્પર્શશે. જાે કે, કિંમતો ૨૦૨૦ ની ઊંચી સપાટીથી નીચે રહેશે. રવિ ડુંગળીની શેલ્ફ લાઇફમાં ૧-૨ મહિનાનો ઘટાડો અને આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ગભરાટના વેચાણને કારણે, ઓપન માર્કેટમાં રવિ સ્ટોકમાં સપ્ટેમ્બરના બદલે ઓગસ્ટના અંત સુધીમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે.

    જેના કારણે વપરાશમાં ઘટાડો થયો છે. ઓક્ટોબરમાં દર સ્થિર રહેશે, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરથી ખરીફના આગમન પછી, ડુંગળીનો પુરવઠો સરળતાથી શરૂ થશે, જેના કારણે ભાવમાં નરમાઈ આવશે. તહેવારોના મહિનામાં (ઓક્ટોબર-ડિસેમ્બર) ભાવમાં સ્થિરતા આવવાની ધારણા છે, એમ અહેવાલમાં જણાવાયું છે. આ વર્ષે જાન્યુઆરી-મેના સમયગાળા દરમિયાન ડુંગળીના ભાવમાં ઘટાડો થવાથી ગ્રાહકોને થોડી રાહત મળી છે જેઓ મોંઘા ભાવે અનાજ, કઠોળ અને અન્ય શાકભાજી ખરીદતા હતા. જાે કે, આનાથી ડુંગળીના ખેડૂતોને નુકસાન થયું હતું અને વાવણીને પણ અસર થઈ હતી. ખરીફ સિઝનમાં ઓછા ઉત્પાદન અંગેના અહેવાલમાં જણાવાયું છે કે, અમે આ વર્ષે વાવેતર વિસ્તાર ૮ ટકા અને ખરીફ ઉત્પાદનમાં ૫ ટકા ઘટાડો થવાની અપેક્ષા રાખીએ છીએ. વાર્ષિક ઉત્પાદન ૨૯ મિલિયન ટન થવાની ધારણા છે, જે છેલ્લા પાંચ વર્ષની સરેરાશ (૨૦૧૮-૨૦૨૨) કરતાં ૭ ટકા વધુ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    સ્નેપચેટ પરથી ઓનલાઈન ગાંજાે મંગાવતો પોલીસ કર્મચારીનો પુત્ર જ ડ્રગ્સ સપ્લાયર નીકળ્યો

    September 24, 2023

    સુરતમાં વિદેશી હીરા કંપનીની એન્ટ્રી સુરતમાં સાઉથ કોરિયન કંપનીએ કર્યું મોટું રોકાણ

    September 24, 2023

    બાળકની માનતા પૂરી થતા ધામમાં પહોંચ્યા ડીસાથી ભક્ત દંડવત પ્રણામ કરતા કરતા મા અંબાના ધામમાં પહોંચ્યા

    September 24, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version