સારા અલી ખાન બોલીવુડમાં એક મોટુ નામ બની ચુક્યું છે અને એકથી એક ચડીયાતી ફિલ્મોમાં કામ કરી રહી છે. એક મૂવી માટે આજે તે મેકર્સ પાસેથી કરોડો રૂપિયા ફી ચાર્જ કરી રહી છે, પણ એક સમયે માત્ર થોડા પૈસા માટે થઈને અમૃતા સિંહ સાથે લડી પડી હતી અને બાદમાં તેણે પોતાની માતાને કેટલીય વાતો સંભળાવી દીધી હતી. સારા અલી ખાન ખુદે એક શોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેની પાછળ કારણ પણ હતું, જેના વિશે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા. વિક્કી કૌશલે સારા અલી ખાન સાથે જાેડાયેલ કિસ્સા દ કપિલ શર્મા શોમાં જણાવ્યા હતા. જે બાદ સારા અલી ખાને ખુદ પોતાની મમ્મી પર ગુસ્સો કરવા પાછળના કારણોનો ખુલાસો કર્યો હતો.
હકીકતમાં સારા અને વિક્કી પોતાની મૂવી જરા હટકે જરા બચકેના પ્રમોશન માટે શોમાં પહોંચ્યા હતા. શોમાં જ્યારે વિક્કીએ આ વાત જણાવી તો, બધા ચોંકી ગયા હતા. કપિલના શોમાં વિક્કી કૌશલે જણાવ્યું કે, એક દિવસ મેં જાેયું કે તે અમૃતા મેમ પર ગુસ્સે થઈ રહી છે, મેં પુછ્યું કે યાર શું થઈ ગયું, તે આ કહે છે કે, મમ્મીને મગજ નથી, ૧૬૦૦ રૂપિયાનો રૂમાલ ખરીદીને લાવી છે. ત્યાર બાદ સારા અલી ખાન આખી ઘટના જણાવે છે કે વૈનિટી વેનમાં મફતમાં ૨-૩ રૂમાલ ટાંગીને દરરોજ રાખે છે. તેમાંથી એક વાપરી લો. ૧૬૦૦ રૂપિયાનો રુમાલ કોણ ખરીદે છે? આમ તો સારા પાસે પૈસાની કોઈ કમી નથી, પણ તે નકામા ખર્ચા કરતી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારા એક ફિલ્મ માટે ૫થી ૭ કરોડ રૂપિયા વસૂલે છે. પણ તે ખૂબ જ સાદગીભરી લાઈફ જીવે છે. આપને જણાવી દઈએ કે, સારા અલી ખઆન છેલ્લે જરા હટકે, જરા બચકેમાં દેખાઈ હતી. જેમાં તેણે વિક્કી કૌશલ સાથએ પહેલી વાર સ્ક્રીન શેર કરી હતી. આ ફેમિલી ડ્રામા ફિલ્મ પર ઓડિયંસે સારો રિસ્પોન્સ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર જરા હટકે જરા બચકેએ દુનિયાભરમાં ૧૧૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ, હવે ફેન્સ સારાની આગામી ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા છે.