Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»૧૬માં દિવસે ૭.૬ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું ૧૮ દિવસ બાદ પણ બોક્સ ઓફિસ પર Jawanની ધમાલ
    Entertainment

    ૧૬માં દિવસે ૭.૬ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું ૧૮ દિવસ બાદ પણ બોક્સ ઓફિસ પર Jawanની ધમાલ

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રિલીઝ થયાના દરેક દિવસ સાથે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન એક પછી એક ઘણા રેકોર્ડ તોડી રહી છે. પ્રથમ દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર ૭૫ કરોડ રૂપિયાની ઓપનિંગ સાથે, આ ફિલ્મે કમાણીના મામલામાં અજાયબીઓ કરી હતી. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. એટલે કે આ ફિલ્મ ૧૮ દિવસથી સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. આવો તમને જણાવીએ કે ૧૮માં દિવસે ફિલ્મનું પ્રદર્શન કેવું રહ્યું. પ્રારંભિક અહેવાલ મુજબ, જવાને ત્રીજા રવિવારે અંદાજે ૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાં ભારતમાં રિલીઝ થયેલી તમામ ભાષાઓનો સમાવેશ થાય છે. આ આંકડા ફિલ્મની છેલ્લા કેટલાક દિવસોની કમાણી કરતા વધુ છે. અગાઉ ૧૭માં દિવસે જવાને ૧૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે ૧૬માં દિવસે તેણે ૭.૬ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતુ.

    જાે ત્રીજા રવિવારની અંદાજિત કમાણીનો સમાવેશ કરવામાં આવે તો ભારતીય બોક્સ ઓફિસ પર ૧૮ દિવસમાં ફિલ્મની કુલ કમાણી ૫૬૦.૮૩ કરોડ રૂપિયા છે. આ ફિલ્મ જે રીતે આગળ વધી રહી છે તે જાેતા લાગે છે કે ટૂંક સમયમાં આ ફિલ્મ પણ ૬૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. તમને જણાવી દઈએ કે ,ઘરેલુ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે શાહરૂખ ખાને જવાન દ્વારા પોતાની જ ફિલ્મ પઠાણને માત આપી છે. પઠાણે ભારતીય બોક્સ ઓફિસ પર કુલ રૂ. ૫૪૩.૦૫ કરોડની કમાણી કરી હતી.

    જાેકે, ૧૭માં દિવસે જ જવાને આ આંકડો પાર કર્યો હતો. જાેકે, જવાન તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ઘણા અલગ-અલગ લુકમાં જાેવા મળ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી નયનતારા જાેવા મળી રહી છે.
    કિંગ ખાન આ ફિલ્મમાં ૨ રોલમાં જાેવા મળ્યો છે. ફિલ્મમાં તેમનું નામ વિક્રમ છે. મીડિયા રિપોર્ટસ, અનુસાર શાહરુખ ખાનને આ ફિલ્મ માટે ૧૦૦ કરોડ રુપિયા માંગ્યા હતા. શાહરુખ ખાનને આ ફિલ્મની કમાણીના ૬૦ ટકા શેર પણ મળશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.