Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»દસ વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરી મોદીએ ભારતીય મીડિયાનો બહિષ્કાર કર્યો : સિદ્ધારમૈયા
    Politics

    દસ વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરી મોદીએ ભારતીય મીડિયાનો બહિષ્કાર કર્યો : સિદ્ધારમૈયા

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 16, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જ્યારથી ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ ૧૪ મીડિયા એન્કરોના શોમાં તેમના પ્રતિનિધિઓને ન મોકલવાનો ર્નિણય લીધો છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપ સતત આ મામલે ઈન્ડિયાગઠબંધનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને ઘેર્યા હતા.

    સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા એક્સ પર જે.પી.નડ્ડાને ટાંકીને લખ્યું કે વડાપ્રધાન મોદી એ છેલ્લા ૧૦ વર્ષોમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન યોજીને દરેક ભારતીય પત્રકારનો બહિષ્કાર કર્યો છે. આટલું જ નહીં કોંગ્રેસ નેતાએ આગળ લખ્યું કે ૧૪ એન્કર્સનો બહિષ્કાર કરવામાં ખોટું શું છે? આ લોકોએ એક રાજકીય પક્ષના મુખપત્ર બની મીડિયાની નૈતિકતા સાથે જ સમજૂતી કરી લીધી છે.
    ઈન્ડિયાગઠબંધનની ટીકા કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે ન્યૂઝ એન્કરોની આ રીતે યાદી જાહેર કરવી નાજીઓની કામ કરવાની રીત છે.

    તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે તે વિપક્ષી દળોનું ગઠબંધન ૯ ચેનલોના ૧૪ એન્કરોનો બહિષ્કાર કરી મીડિયાને ધમકાવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે હજુ પણ આ પાર્ટીઓની માનસિકતા ઈમરજન્સીના સમયની છે.
    ઉલ્લેખનીય છે કે ઈન્ડિયાગઠબંધન વતી ર્નિણય લેવાયો છે કે ટીવી એન્કર ચિત્રા ત્રિપાઠી, સુધીર ચૌધરી, સુશાંત સિંહ, રુબિકા લિયાકત, પ્રાચી પારાશર, નવિકા કુમાર, ગૌરવ સાવંત, અશોક શ્રીવાસ્તવ, અર્નબ ગોસ્વામી, આનંદ નરસિમ્હન, ઉમેશ દેવગન, અમન ચોપડા અને અદિતિ ત્યાગીના શોમાં કોઈપણ પક્ષ તેમના પ્રવક્તાને નહીં મોકલે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      હિંસા બાદ લેહમાં કડક નિયંત્રણો: કલમ 163 હેઠળ જાહેર સભાઓ પર પ્રતિબંધ

      September 24, 2025

      કર્ણાટક હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો: ભારતમાં X એ ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે

      September 24, 2025

      US election Russian interference:ગુપ્તચર તપાસમાં રાજકીય દખલ

      July 3, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.