Mutual Fund
આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે, જે લાંબા ગાળાના મૂડી વૃદ્ધિ (લૉંગ ટર્મ કેપિટલ ગ્રોથ)ને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનને કારણે, રોકાણકર્તાઓ ઉચ્ચ પ્રદર્શન કરનારા સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે અને ફાયદો મેળવી શકે છે. રોકાણકર્તાઓ ઓછામાં ઓછા ₹500 અને ત્યાર બાદ ₹1 ના ગુણાકમાં રોકાણ કરી શકે છે. આ ફંડને નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે.
નિપ્પોન ઇન્ડિયા એક્ટિવ મોમેન્ટમ ફંડ એક મલ્ટી-ફેક્ટર ક્વોન્ટિટેટિવ મોડેલ પર કાર્ય કરે છે, જે બજારમાં નાણા રોકવાના અવસરો શોધવાનું લક્ષ્ય ધરાવે છે. ખાસ કરીને, આ ફંડ ‘Momentum’ ફેક્ટર પર આધારિત છે, જેનો અર્થ એ થાય કે જે એસેટ્સ ઇતિહાસમાં સારું પ્રદર્શન કરી ચૂક્યાં છે, તે ભવિષ્યમાં પણ સારું કરી શકે છે. અને જે સ્ટોક્સે ખરાબ પ્રદર્શન કર્યું છે,
તેમનો ટ્રેન્ડ આગળ પણ નકારાત્મક રહી શકે છે.“આ ફંડ બજારના ઉતાર-ચઢાવને નિયંત્રિત કરી રોકાણનો વધુ સારું અનુભવ આપે છે. અલ્ફા મેટ્રિક અને અન્ય રિસ્ક ફેક્ટર્સના આધારે, આ એક યુનિક રોકાણ તક આપે છે, જે રોકાણકર્તાઓને ઓછા જોખમ સાથે ઉચ્ચ ગુણવત્તાના સ્ટોક્સમાં રોકાણ કરવાની તક આપે છે.”