Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ચૂંટણી પહેલા સરકાર માટે ચિંતાના સમાચાર! ઓક્ટોબરમાં બેરોજગારી બે વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી
    India

    ચૂંટણી પહેલા સરકાર માટે ચિંતાના સમાચાર! ઓક્ટોબરમાં બેરોજગારી બે વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 2, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આ મહિને યોજાનારી ૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્રાઈવેટ રિસર્ચ ફર્મ CMIE એ દાવો કર્યો છે કે ભારતમાં બેરોજગારી ઓક્ટોબર ૨૦૨૩માં ૨ વર્ષમાં સૌથી વધુ સ્તરે પહોંચી ગઈ છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી વધુ વધી છે. જેની અસર એકંદર બેરોજગારી દર પર દેખાઈ રહી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી લિમિટેડે તેના ડેટા દ્વારા માહિતી આપી છે કે ઓક્ટોબરમાં બેરોજગારીનો દર ૧૦.૦૫ ટકા પર પહોંચી ગયો છે. જ્યારે સપ્ટેમ્બર, ૨૦૨૩માં બેરોજગારીનો દર ૭.૦૯ ટકાની આસપાસ હતો.

    નોંધનીય છે કે ઓક્ટોબરમાં બેરોજગારીનો દર મે ૨૦૨૧ પછી સૌથી વધુ થઈ ગયો છે. તેના ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર ૬.૨૦ ટકાથી વધીને ૧૦.૮૨ ટકા થયો છે. તે જ સમયે, શહેરોમાં નવી નોકરીઓ આવવાના કારણે, આ દર ઘટીને ૮.૪૪ ટકા થઈ ગયો છે. આ વર્ષે ચોમાસાની બગડતી પ્રકૃતિને કારણે ખાંડ, ચોખા અને ઘઉં જેવી અનેક ચીજવસ્તુઓના પાકને પ્રતિકૂળ અસર થઈ છે. આ કારણે, ભારત સરકારે દેશમાં આ વસ્તુઓની કિંમતોને નિયંત્રિત કરવા માટે ઘણા નિયંત્રણો લાદ્યા છે. ઓછા ઉત્પાદનને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની પ્રવૃત્તિઓને અસર થઈ છે. તે જ સમયે, શહેરી વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગમાં તેજી જાેવા મળી રહી છે.

    આવી સ્થિતિમાં શહેરોમાં નવી નોકરીઓની તકો વધી રહી છે. નોંધનીય છે કે ભારત સરકાર દર વર્ષે બેરોજગારીનો વાર્ષિક ડેટા જાહેર કરે છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં દેશમાં બેરોજગારીનો દર ૩.૨ ટકા રહ્યો છે. આ મહિને પાંચ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા બેરોજગારીના આ આંકડા સરકારની ચિંતા વધારી શકે છે. નોંધનીય બાબત એ છે કે નિષ્ણાતોના મતે ભારતનો જીડીપી ૬ ટકાના દરે વધવાની સંભાવના છે, પરંતુ તેમ છતાં તે ગતિએ યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન થઈ રહ્યું નથી. આવી સ્થિતિમાં આગામી ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો બની શકે છે. અગાઉ, દેશમાં મોટા પાયે યુવાનોને રોજગાર પ્રદાન કરતી ઇન્ફોસિસ અને વેપ્રો જેવી IT કંપનીઓએ આ વર્ષે નવી ભરતીની પ્રક્રિયા બંધ કરવાનું કહ્યું હતું. આવી સ્થિતિમાં કોલેજમાંથી પાસ આઉટ થયેલા હજારો નવા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે નોકરીનું સંકટ ઊભું થયું છે. દેશમાં બેરોજગારીની સમસ્યા લાંબા સમયથી એક મોટો મુદ્દો છે અને CMIE નો આ ડેટા સ્પષ્ટપણે આનો સંકેત આપી રહ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.