Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»નાસા હવે ફરી એકવાર મંગળ પર હેલિકોપ્ટર ઉડાડશે મંગળ માટે નાસાના હેલિકોપ્ટરની ડિઝાઈન ભારતીય મૂળના વૈજ્ઞાનિકે કરી
    WORLD

    નાસા હવે ફરી એકવાર મંગળ પર હેલિકોપ્ટર ઉડાડશે મંગળ માટે નાસાના હેલિકોપ્ટરની ડિઝાઈન ભારતીય મૂળના વૈજ્ઞાનિકે કરી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 30, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમેરિકાની સ્પેસ એજન્સી નાસા હવે ફરી એકવાર મંગળ પર હેલિકોપ્ટર ઉડાડવા જઈ રહી છે. અન્ય ગ્રહ પર ઉડાન ભરનારા આ હેલિકોપ્ટરનું વજન ૧.૮ કિલો હશે. નાસાએ તેનું નામ ઈન્જેનિટી રાખ્યું છે, જેને ગિન્ની ઉપનામેપણ બોલાવાય છે. આ પ્રોજેક્ટ નાસાના પ્રિઝર્વેશન રોવરનો એક ભાગ છે, જે ૨૦૨૦માં લોન્ચ કરવામાં આવ્યો હતો. મંગળ પર રોવર હજુ પણ સક્રિય છે.

    રિપોર્ટ અનુસાર ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક ડૉ.જે.બોબ બલરામે (ઇન્જેનિટીને ડિઝાઇન કર્યું છે. નાસા કહે છે કે ઈન્જેનિટી એ ટેકનોલોજીનો એક ચમત્કાર છે. તે અલ્ટ્રા-લાઇટ વેઇટ કાર્બન ફાઇબરથી બનેલું છે અને માત્ર અડધો મીટર લાંબું છે. ઈન્જેનિટીને ૨૪૦૦ અને ૨૯૦૦ આરપીએમપર ફરતી બ્લેડનીમદદથી ઉડાન ભરી શકે છે. આ પૃથ્વી પરના કોઈપણ હેલિકોપ્ટર કરતા લગભગ ૧૦ ગણું ઝડપી હશે.

    અહેવાલ અનુસાર ઈન્જેનિટીએ ૧૯ એપ્રિલ, ૨૦૨૧ના રોજ તેની પ્રથમ ઉડાન ભરી હતી. આ દરમિયાન હેલિકોપ્ટરે જમીનથી લગભગ ત્રણ મીટર ઉપર ઉડાન ભરી અને થોડીવાર હવામાં ફરીને એક રાઉન્ડ પૂરો કર્યો હતો. મંગળના અત્યંત પાતળા વાતાવરણમાં નિયંત્રિત ઉડાન હાંસલ કરવી એ એક મુખ્ય સીમાચિહ્નરૂપ હતું. તે પૃથ્વીની બહાર વિશ્વની પ્રથમ ઉડાન પણ હતી. અત્યાર સુધીમાં તેણે મંગળના પાતળા વાતાવરણમાં ૬૪ ઉડાન ભરી છે.

    ડો. જે. બોબ બલરામ હાલમાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી(જેપીએલ) માં કામ કરે છે. બલરામે આઈઆઈટી, મદ્રાસમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ડૉ.બલરામ કહે છે કે તેઓ ટૂંક સમયમાં નાસામાંથી નિવૃત્ત થવાના છે. હવે તે ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવા માંગે છે. તેમણે કહ્યું કે આઈઆઈટી મદ્રાસમાં તેમની પ્રેક્ટિકલ તાલીમે ઈન્જેનિટી ફ્લાઈટની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે તેમના જેવા સેંકડો વિદ્યાર્થીઓ છે, જે આગળ વધી શકે છે અને ભારતને ગૌરવ અપાવી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      એઆઈ રેસ: ચાઇનાથી પાછળ રહી જવાની માર્ક ઝુકરબર્ગની યુએસને ગંભીર ચેતવણી

      August 11, 2026

      Donald Trump: યુદ્ધના ભય વચ્ચે શાંતિની આશા: ટ્રમ્પ અને ઈરાન વચ્ચે વાટાઘાટોની શક્યતા

      August 6, 2026

      મેટા અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ ઉકેલાયો: માર્ક ઝુકરબર્ગે માફી માંગી, IT કાયદા અને સેફ હાર્બર પર મોટો નિર્ણય

      August 5, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.