Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»કેનેડામાં વધુને વધુ લોકો નાણાકીય સંકટમાં ફસાઈ રહ્યા છે કેનેડામાં લોકોને દર મહિને ગેસ અને લાઈટના બિલ ભરવાના પણ ફાંફા
    WORLD

    કેનેડામાં વધુને વધુ લોકો નાણાકીય સંકટમાં ફસાઈ રહ્યા છે કેનેડામાં લોકોને દર મહિને ગેસ અને લાઈટના બિલ ભરવાના પણ ફાંફા

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 6, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેનેડાની ગણના વિશ્વના સૌથી આધુનિક અને ધનિક દેશોમાં ગણાય છે છતાં અત્યારે અહીં વધુને વધુ લોકો નાણાકીય સંકટમાં ફસાઈ રહ્યા છે. લેટેસ્ટ અહેવાલ પ્રમાણે કેનેડામાં પગારની મદદથી ઘણા લોકો માંડ માંડ મહિનો કાઢી રહ્યા છે. સ્થિતિ એવી છે કે અત્યારે દર મહિને લાઈટ કે ગેસના બિલ ભરવામાં પણ કેનેડિયનોને ફાંફા પડી રહ્યા છે. એકંદરે કેનેડામાં આર્થિક સ્થિતિને મોટો ફટકો પડ્યો છે અને આગામી વડાપ્રધાનની ચૂંટણીમાં તે મોટો મુદ્દો બનવાનો છે. એક અહેવાલ મુજબ લગભગ અડધા કેનેડિયનો પોતાના પગારમાં માંડ મહિનો પસાર કરી શકે છે. મહિનો પૂરો થાય ત્યારે તેમની પાસે લગભગ નાણાં હોતા નથી. લોકોએ પોતાના ઘરેલુ બજેટમાં કાપ મુક્યો છે અને ઓછું ભણેલા તથા ઓછો અનુભવ ધરાવતા યુવાનોની હાલત વધારે ખરાબ છે. આ દરમિયાન કેનેડામાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. કન્ઝર્વેટિવ નેતાઓએ વચન આપ્યું છે કે તેઓ ચૂંટણી જીતશે તો ચીજવસ્તુઓના ભાવ સસ્તા થઈ જશે. લગભગ ૩૮ ટકા લોકોએ કહ્યું કે તેઓ મોંઘવારીના મુદ્દે વોટિંગ કરશે. બીજી તરફ લિબરલ પાર્ટીના ટેકેદારો ઘટતા જાય છે. આ સરવેમાં ૪૭થી ૫૦ ટકા લોકોનું કહેવું છે કે તેઓ તેમને હાલના પગારમાં ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે. ૧૮થી ૩૫ વર્ષની વયના ૫૩ ટકા લોકો અત્યારે નાણાભીડ અનુભવે છે જ્યારે ૩૫થી ૫૪ વર્ષની વયજૂથમાં ૫૭ ટકા લોકોની નાણાકીય હાલત ખરાબ છે. આ હાલત મોટા ભાગના કેનેડામાં છે.

    તેમાં તમામ પ્રોવિન્સ આવી જાય છે. ત્યારે માત્ર ૩૦ ટકા લોકો જ વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની સરકારના કામકાજથી સંતુષ્ટ છે. ૨૪ ટકાએ કહ્યું કે તેમને થોડો ઘણો અસંતોષ છે જ્યારે ૩૫ ટકાએ ટ્રૂડોની સરકારને એકદમ બેકાર ગણાવી હતી. ખાસ કરીને મહિલાઓમાં અસંતોષ વધતો જાય છે. ૫૭ ટકા મહિલાઓએ કહ્યું કે તેઓ જસ્ટિન ટ્રૂડો સરકારથી અત્યંત નારાજ છે. આ સરવે ગયા અઠવાડિયે કરવામાં આવ્યો હતો અને તેમાં લગભગ ૧૬૦૦ લોકોને સવાલો કરવામાં આવ્યા હતા. બે મહિના અગાઉ કેનેડામાં આવો સરવે કરવામાં આવ્યો ત્યારે સરકારને જે ટેકો મળ્યો હતો તેના કરતા આ વખતે ઓછો ટેકો જાેવા મળે છે. કેનેડાનો યુવાન વર્ગ માને છે કે તેમનો દેશ એક રીતે આર્થિક મંદીમાં ધકેલાઈ ગયો છે. તેના કારણે તેઓ દર મહિને વીજળી, ગેસ, પાણીના બિલ ભરવામાં પણ મુશ્કેલી અનુભવે છે. ૩૫ ટકા લોકોને ભય છે કે આગામી એક વર્ષમાં તેઓ પોતાની જાેબ ગુમાવશે. ઓન્ટોરિયો અને ક્યુબેક પ્રોવિન્સમાં આવા લોકોનું પ્રમાણ વધારે છે. કેનેડામાં અત્યારે મહિલાઓ કરતા પુરુષોને જાેબ ગુમાવવાની વધારે બીક સતાવે છે. ૩૬ ટકા લોકો એવું માને છે કે તેમના ઘરગથ્થુ બજેટની હાલત એટલી ખરાબ છે કે ભવિષ્યમાં શું થશે તેની તેમને ખાતરી નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.