Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ગાંધીનગરમા RTO માં મહાકૌભાંડ લાયસન્સ બારોબાર ઈસ્યુ કરવાનો ખેલ ઉઘાડો પડ્યો, ૩ની ધરપકડ
    Gujarat

    ગાંધીનગરમા RTO માં મહાકૌભાંડ લાયસન્સ બારોબાર ઈસ્યુ કરવાનો ખેલ ઉઘાડો પડ્યો, ૩ની ધરપકડ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગાંધીનગરમા RTO કચેરીમા ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડમા આરટીઓ ઈન્સ્પેકટરે ૨૦૦થી વધુ લાયસન્સ ગેરકાયદે ઈસ્યુ કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી ડોકયુમેન્ટમાં છેડછાડ કરતા સાયબર ક્રાઈમે ૪૦૯ની કલમ ઉમેરી વધુ તપાસ શરૂ કરી છે.

    ગાંધીનગર RTO માં ફરજ બજાવતા ઈન્સપેકટર સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા તેમજ બે એજન્ટની ધરપકડ બાદ સાયબર ક્રાઈમે શરૂ કરેલી તપાસમા ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડમા મોટો ઘટસ્ફોટ સામે આવ્યા છે. જેમા આરટીઓ અધિકારીઓએ સરકારી રેકોર્ડમા છેડછાડ કરીને ટેસ્ટ વગર ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કર્યા હોવાનુ તપાસમા ખુલ્યુ છે. સાયબર ક્રાઈમની ટીમે સરકારી રેકોર્ડમા છેડછાડ કરવા બદલ ૪૦૯ની વધુ એક કલમનો ઉમેરા કર્યો છે. સાયબરની ટીમ ગાંધીનગર RTO પાસ અર્થે ગયા ત્યારે રેકોર્ડ પુરાવામા અધિકારીઓનુ રજીસ્ટ્રેશનમા હાજરીના પુરાવા મળ્યા નહતા. આ ઉપરાંત લાયસન્સ માટે અરજી અને તેના ડ્રાઈવીંગના વીડીયોના પુરાવા પણ મળ્યા નથી. આ પ્રકારે ૨૦૦થી વધુ લોકોને ટેસ્ટ વગર લાયસન્સ આપ્યા છે અને સરકારી રેકોર્ડમા છેડછાડ પણ કરી હોવાનુ તપાસમા ખુલ્યુ છે.

    લાયસન્સ કૌભાંડમા સાયબર ક્રાઇમે અગાઉ પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતુ કે,RTO અધિકારીની મિલી ભગતથી જ આ કૌભાંડ ચાલતું હતું. જેથી સાયબર ક્રાઈમે ગાંધીનગર આર ટી ઓમાં ફરજ બજાવતા સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા, બે એજન્ટ સહિત ચારની ધરપકડ કરી હતી. કારણ કે, પોલીસને મળેલા નવ લાયસન્સ માટેની અરજીમાં મોટા ભાગના લાયસન્સમાં આઇ પી એડ્રેસ આર ટી ઓની બહારના હોવાનું સામે આવ્યું છે.

    લાયસન્સ માટે આવતી અરજીને મંજુર કરવા માટેનો પાસવર્ડ માત્ર આર ટી ઓના અધિકૃત અધિકારી પાસે જ હોય છે. છતાં પણ પકડાયેલ બન્ને RTO અધિકારીએ એજન્ટને આઈડી પાસવર્ડ આપ્યો હતો. આ રેકેટની તપાસ દરમ્યાન RTO મા ચાલતા ગોરખધંધાનો પ્રર્દાફાશ થયો છે. ગાંધીનગરમા RTO કચેરીમા ટેસ્ટ વગર ગેરકાયદે ઈસ્યુ થતા લાયસન્સમા હજુ પણ અનેક લોકોની સંડોવણી ખુલી છે. હાલમા સાયબર ક્રાઈમે ૨૦૦ જેટલી શંકાસ્પદ અરજીઓને લઈને તપાસ શરૂ કરી છે.
    આ અરજદારોની પણ કોઈ શંકાસ્પદ ભૂમિકા સામે આવશે તો તેમની વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહીને લઈને તપાસ શરૂ કરાઈ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

      October 18, 2026

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.