પ્રેમી સચિન ખાતર પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર હાલ લાપતા થઈ ગઈ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, સીમાની સાથો સાથ તેનો પ્રેમી સચિન પણ છેલ્લાં ચોવીસ કલાકથી ગાયબ છે. બંને એકસાથે ગાયબ થતા કેટલાંક સવાલો ઉઠી રહ્યાં છે. છેલ્લાં ચોવીસ કલાકથી તેમનો કોઈ પતો નથી. તેઓ તેમના ઘરે પણ નથી. પોતાના ચાર બાળકો સાથે ઘર છોડીને આવેલી સીમા પર કેટલાંક સવાલો થઈ રહ્યા છે. આ બધામાં એક સવાલ સૌથી વધુ થઈ રહ્યો છે અને એ છે કે શું સીમા પાકિસ્તાનની કોઈ જાસૂસ તો નથી ને. આ આશંકામાં દેશના અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા છે અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જાે કે, હજુ સુધી એવી કોઈ પણ જાણકારી સામે નથી આવી કે એનાથી સાબિત થઈ શકે છે સીમા જાસૂસ છે.
નોઈડામાં રહેતા સચિન સાથે પ્રેમ થયા બાદ સીમા અનેક દિવસો સુધી તેની સાથે ઓનલાઈન જ વાત કરતી હતી. એ પછી તેણે ભારત આવીને સચિન સાથે લગ્ન કરવાનો ર્નિણય લીધો હતો. નેપાળના રસ્તે સીમા હૈદર ભારત પહોંચી હતી અને પછી સચિન સાથે લગ્ન પણ કરી લીધા હતા. આ દરમિયાન એવી પણ વાત સામે આવી કે, સચિનને પામવા અને ભારત આવતા પહેલાં તેણે પાકિસ્તાનમાં રહેતી તેની પ્રોપર્ટી પણ વેચી દીધી હતી.
હાલ દેશમાં સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરીની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, અનેક કલાકોથી બંને લાપતા છે. બંને હાલ ક્યાં છે અને કેવી સ્થિતિમાં એની કોઈ જાણકારી પણ મળી રહી નથી. સીમાની સાથે તેનો પ્રેમી અને હાલ પતિ એવો સચિન પણ ગાયબ છે. સીમા હૈદરને લઈ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જે યુવતી છે તે પોતાને સીમાની બહેનપણી ગણાવી રહી છે. તેનો દાવો છે કે …
, તે તેની નાનપણની બહેનપણી છે. સીમાની આ કથિત બહેનપણીએ ચોંકાવનારા દાવા કર્યા છે કે, તે તેને નાનપણથી ઓળખે છે અને તે ફ્રોડ છે. એટલું જ નહીં સીમાની આ બહેનપણીએ સચિને પણ ચેતવણી આપી છે. યુવતીએ પાકિસ્તાનની સીમા પર કટેલાંક ગંભીર આરોપો પણ લગાવ્યા છે. તેણે સીમાની પસંદ અને નાપસંદ વિશે પણ વાત કરી છે. તેણે એવું પણ કહ્યું હતું કે, સીમાને ક્રિકેટ ખૂબ જ ગમે છે, એટલા માટે તે વર્લ્ડ કપ જાેવા ભારત આવી છે.