તમે લોટરીમાંથી કરોડો જીતવાના ઘણા સમાચાર જાેયા હશે કે વાંચ્યા હશે. આજે અમે પુણેના જુન્નરના એક ખેડૂતની સક્સેસ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જે ખેતરમાં મહેનત કરીને ઉગાડેલા ટામેટાંની ખેતી કરીને કરોડપતિ બન્યા છે. જાે કે ખેડૂતોના માલને પહેલા કરતા સારા ભાવ મળી રહ્યા છે. જ્યારે આ સમયે ટામેટાએ સમગ્ર બજારને ગરમ કરી દીધું છે. પચઘર પુણે અને નગર જિલ્લાની સરહદ પર આવેલું એક નાનકડું ગામ છે. જુન્નરને ગ્રીન બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના મોટાભાગના ડેમ આ તાલુકામાં છે. આનાથી ગામ બદલાયું. આખું વર્ષ કાળી માટી અને પાણીના કારણે અહીં ડુંગળી અને ટામેટાની ખેતી થાય છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં ટામેટાં ઉગતા જાેવા મળે છે. જેના કારણે ટામેટાની ખેતીને કારણે અનેક લોકોના નસીબ બદલાયા છે.
ગાયકર પરિવાર તેમાંથી એક છે. પાચઘરના તુકારામ ભગોજી ગાયકર પાસે ૧૮ એકર બાગાયતી જમીન છે. તેમાંથી તેણે પુત્ર ઇશ્વર ગાયકર અને પુત્રવધૂ સોનાલીની મદદથી ૧૨ એકરમાં ટામેટાંની ખેતી કરી છે. એટલું જ નહીં, ગાયકરની ટામેટાની ખેતીની મદદથી ૧૦૦થી વધુ મહિલાઓને રોજગારી આપવામાં આવી છે. ખેડૂત ગાયકરના જણાવ્યા મુજબ, તેમની પુત્રવધૂ સોનાલી ગાયકર ટમેટાના બગીચાની ખેતી, કાપણી, ક્રેટ ભરવા, છંટકાવ વગેરેનું સંચાલન કરી રહી છે. જ્યારે પુત્ર ઇશ્વર ગાયકર સેલ્સ મેનેજમેન્ટ અને ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરી રહ્યો છે. સારું માર્કેટ મળતાં છેલ્લા ૩ મહિનાની મહેનત રંગ લાવી છે. આ વર્ષે ટમેટાના પાકની તો જાણે લોટરી લાગી ગઇ છે.
તાજેતરમાં, ૧૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજ, ટામેટાના ક્રેટની કિંમત રૂ. ૨૧૦૦ (૨૦ કિલો બોક્સ) હતી. ગાયકરે કુલ ૯૦૦ ટમેટાના બોક્સનું વેચાણ કર્યું હતું. તેને એક જ દિવસમાં ૧૮ લાખ રૂપિયા મળ્યા. ભૂતકાળમાં, તેઓને ગ્રેડના આધારે ક્રેટ દીઠ રૂ. ૧૦૦૦ થી રૂ. ૨૪૦૦નો ભાવ મળતો હતો. જેના કારણે તે કરોડપતિ બની ગયા હતા. જાે કે ગાયકરની જેમ તાલુકામાં ૧૦ થી ૧૨ ખેડૂતો એવા છે કે જેઓ ટામેટાંના કારણે કરોડપતિ બની ગયા છે. માર્કેટ કમિટિનું ટર્નઓવર એક મહિનામાં ૮૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ખેડૂતોનું કહેવું છે કે આ વખતે ટામેટાની ટોપલી (૨૦ કિલો ગ્રામ) માટે રૂ. ૨૫૦૦ એટલે કે રૂ. ૧૨૫ પ્રતિ કિલોના ઊંચા ભાવ મળ્યા છે. જેના કારણે ઘણા ટમેટા ઉત્પાદકો લાખોપતિ અને કરોડપતિ બની ગયા છે.