india : સચિન તેંડુલકરે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે. તેણે ભારત માટે 200 ટેસ્ટ મેચ રમી છે અને 15921 રન બનાવ્યા છે, જેમાં 51 સદી સામેલ છે.
ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાના મામલે રાહુલ દ્રવિડ બીજા સ્થાને છે. તેણે 163 ટેસ્ટ મેચ રમી છે.
VVS લક્ષ્મણે કુલ 134 ટેસ્ટ મેચ રમી છે. તેણે ભારત માટે કુલ 8781 ટેસ્ટ રન બનાવ્યા છે, જેમાં 17 સદી સામેલ છે.
ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાના મામલે અનિસ કુંબલે ચોથા સ્થાને છે. તેણે 131 ટેસ્ટ મેચ રમી છે.
કપિલ દેવે ભારત માટે 131 ટેસ્ટ મેચ રમી છે. ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાના મામલે તે પાંચમા સ્થાને છે.