Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»લિયાના ધીમે-ધીમે બોલતા શીખી ગઈ અને પાપા પણ બોલે છે બહેન દિવિષાના જન્મ બાદ બદલાઈ ગઈ છે દેબિના બેનર્જીની મોટી દીકરી લિયાના
    Entertainment

    લિયાના ધીમે-ધીમે બોલતા શીખી ગઈ અને પાપા પણ બોલે છે બહેન દિવિષાના જન્મ બાદ બદલાઈ ગઈ છે દેબિના બેનર્જીની મોટી દીકરી લિયાના

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દેબિના બેનર્જી ટીવી સ્ક્રીન પરનો જાણીતો ચહેરો તો છે જ, સાથે યૂટ્યૂબ પર પણ તેની ચેનલ હિટ છે. તેના વ્લોગને લોકો પસંદ કરે છે. પ્રોફેશનલ હોય કે પર્સનલ લાઈફ તે નાનામાં નાની વાત શેર કરતી આવી છે. ખાસ કરીને પ્રેગ્નેન્સી વખતથી તે વ્લોગિંગ પર વધારે એક્ટિવ જાેવા મળી. મા બન્યા બાદ પણ તે ફેન્સને અપડેટ આપવાનું ચૂકતી નથી. તેની બંને દીકરો- લિયાના અને દિવિષાને પણ તેના વ્યૂઅર્સ પણ પસંદ કરે છે. તેઓ બંનેની ક્યૂટ ક્ષણો અને બંને કેવી રીતે જલ્દી મોટી થઈ રહી છે તે વિશે વાત કરતી રહે છે. લેટેસ્ટ વ્લોગમાં દેબિનાએ શેર કર્યું હતું કે, લિયાના તેની બહેન દિવિષા માટે વધારે પસેઝિવ થઈ ગઈ છે. તેણે ઉમેર્યું હતું કે ‘દિવિષા માટે લિયાના પઝેસિવ છે. જાે કોઈ પણ દિવિષાને અડકે તો લિયાના તરત ગુસ્સે થઈ જાય છે. વ્લોગમાં, દેબિના બેનર્જીની બંને દીકરીઓ તેના ખોળામાં બેઠેલી જાેવા મળી. લિયાના દિવિષાના કપાળમાં બિંદી જુએ છે. તે એ ઉખાડી લે છે અને પોતાના કપાળમાં લગાલે છે. દેબિનાએ તેવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, પાબ્લો (પાળતું શ્વાન) પણ બંને છોકરીઓની ખૂબ કાળજી રાખે છે, આ સાથે તે તેમનાથી ડરે પણ છે. દેબિનાના ઘરમાં એક કાચબો પણ છે, જે હવે લિયાનાનો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો છે. દેબિનાએ જણાવ્યું હતું કે, તેની મોટી દીકરી લિયાનાએ બોલવાનું શરૂ કરી દીધું છે અને તે ‘પાપા’ બોલતા શીખી ગઈ છે. ગુરમીત ચૌધરી પણ ત્યાં હાજર હતો અને તે વારંવાર લિયાનાને ‘પાપા’ બોલવા માટે કહી રહ્યો હતો. જાે કે, લિયાના તેનાથી ઉંધુ કરતી હતી અને ‘હાઈ’ બોલતી હતી. ત્યાં હાજર સૌ કોઈ તેની આ નટખટ હરકતને જાેઈ હસવા લાગ્યું હતું.

    દેબિના બેનર્જીની બંને દીકરીઓ ઘણા સમયથી બીમાર હતી ત્યારે તેણે તેના ફોલોઅર્સને બંનેની હેલ્થ વિશે અપડેટ આપી હતી. તેણે કહ્યું હતું કે ‘બંનેને તાવ હાલ ઘણો ઓછો છે અને તબિયત પણ સારી છે. દેબિના બેનર્જીએ ૨૦૦૫માં તમિલ સીરિયલ માયાવીથી ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. જાે કે, તેને પોપ્યુલારિટી રામાયણ સીરિયલમાં સીતાનો રોલ પ્લે કરી મળી હતી. જેમાં તેની સાથે ગુરમીત ચૌધરી પણ હતો અને તે રામની ભૂમિકામાં હતો. અત્યારસુધીમાં તે વિશ, ડો. મધુમતી ઓન ડ્યૂટી, સંતોષી મા, ચીડિયા ઘર, તેનાલી રામા, પતિ પત્ની ઔર વો, અલ્લાદ્દીન- નામ તો સુના હી હોગા, યમ હૈ હમ, કસ્તૂરી જેવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે. પર્સનલ લાઈફની વાત કરીએ તો, શોમાં સાથે કામ કર્યા બાદ દેબિના બેનર્જીએ ૨૦૧૧માં ગુરમીત ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ૧૦ વર્ષ બાદ એટલે કે એપ્રિલ ૨૦૨૨માં તેના ઘરે પારણું બંધાયુ હતું અને દીકરી લિયાનાનો જન્મ થયો હતો. આ બાદ તેણે નવેમ્બર ૨૦૨૨માં બીજી દીકરી દિવિષાને જન્મ આપ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.