LG Electronics IPO
LG Electronics IPO News: LG Electronics ભારતમાં રૂ. 5000 કરોડના રોકાણ સાથે ત્રીજો પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે અને IPOમાં એકત્ર થયેલા નાણાંનો આ માટે ઉપયોગ કરી શકાશે.
LG Electronics IPO: ભારતીય સ્ટોક એક્સચેન્જમાં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના લિસ્ટિંગ બાદ દક્ષિણ કોરિયાની અગ્રણી ઈલેક્ટ્રોનિક્સ કંપની LG Electronics પણ ભારતીય બજારમાં લિસ્ટિંગની તૈયારી કરી રહી છે. આ સંદર્ભમાં, કંપનીએ તેની સ્થાનિક વેબસાઇટ પર રોકાણકાર સંબંધો વિભાગ ઉમેર્યો છે. અગાઉ ઓગસ્ટ 2024 માં, એવી જાણ કરવામાં આવી હતી કે LG ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં તેનો IPO (ઇન્શિયલ પબ્લિક ઑફરિંગ) લૉન્ચ કરી શકે છે.
LG ઈલેક્ટ્રોનિક્સના સીઈઓ વિલિયમ ચોએ ઓગસ્ટ મહિનામાં કહ્યું હતું કે ભારતીય શેરબજારમાં LGની સબસિડિયરી કંપનીનું લિસ્ટિંગ એ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં નવી ગતિ લાવવાનો એક મુખ્ય વિકલ્પ છે. આ પહેલીવાર છે જ્યારે LG ઈલેક્ટ્રોનિક્સે ભારતીય શેરબજારમાં લિસ્ટિંગ અંગે સંકેત આપ્યો છે, જોકે લાંબા સમયથી તેની અટકળો થઈ રહી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, LG ઇલેક્ટ્રોનિક્સે ભારતમાં તેનો IPO લોન્ચ કરવા માટે મર્ચન્ટ બેન્કર્સની પણ નિમણૂક કરી છે, જેમાં બેન્ક ઓફ અમેરિકા, સિટીગ્રુપ, જેપીમોર્ગન ચેઝ અને મોર્ગન સ્ટેનલીનો સમાવેશ થાય છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના આઈપીઓમાં પણ તેઓ મર્ચન્ટ બેન્કર તરીકે નિયુક્ત થયા હતા. LG Electronics ભારતમાં લગભગ $1.5 બિલિયનનો IPO લોન્ચ કરી શકે છે અને કંપની IPO દ્વારા $13 બિલિયનનું મૂલ્યાંકન હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. કંપનીએ હજુ સુધી તેના IPOની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
LG ઈલેક્ટ્રોનિક્સના CEO એ LG ગ્રૂપ સાથે ત્રણ દાયકા સુધી કામ કર્યા પછી 2021 માં CEO તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને 2030 સુધીમાં કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસ માટે $75 બિલિયન વાર્ષિક આવકનું લક્ષ્ય નક્કી કર્યું છે. 2023માં કંપનીની આવક $65 બિલિયન હતી. ભારતમાં સંભવિત IPO લોન્ચિંગ સંબંધિત પ્રશ્ન પર, વિલિયમ ચોએ કહ્યું, આ ઘણા વિકલ્પોમાંથી એક છે જેને આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તેમણે કહ્યું કે, રોકાણકારોમાં આ અંગે ઘણી ઉત્સુકતા છે પરંતુ હજુ સુધી કંઈ નક્કી નથી થયું.
ETના અહેવાલ મુજબ, LG ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં રૂ. 5000 કરોડના રોકાણ સાથે ત્રીજો પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહી છે. એવી શક્યતા છે કે IPOમાં એકત્ર કરાયેલી રકમ પ્લાન્ટ સ્થાપવા માટે ખર્ચવામાં આવે.