Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર બે વાર લેન્ડ સ્લાઇડ મુંબઈ તરફનો રસ્તો બંધ કરાતા પૂણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ
    India

    મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર બે વાર લેન્ડ સ્લાઇડ મુંબઈ તરફનો રસ્તો બંધ કરાતા પૂણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મુંબઇ –પૂણે એક્સપ્રેસ વે પર રાત્રે અને વહેલી સવારે બે વાર લેન્ડ સ્લાઇડ થઇ છે. મોડી રાત્રે મુંબઇ તરફ આવવાનો રસ્તો આ લેન્ડ સ્લાઇડને કારણે બંધ કરવામાં આવતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. ત્યા વહેલી સવારે છ વાગે ફરી એકવાર મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર લોનાવલા પાસે લેન્ડ સ્લાઇડ થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જાેકે પ્રશાસન દ્વારા તરત જ કાંટમાળ ઉપાડવાની કામગીરી હાથ ધરતા થોડા સમય પછી વાહનવ્યવહાર યથાવત થયો હતો પણ એક લાઇન બંધ હોવાતી ધીમી ગતીએ ટ્રાફિક આગળ વધી રહ્યો હોવાની જાણકારી સત્તાવાર સૂત્રોમાંથી મળી રહી છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર આડોશી ટનલ પાસે રાત્રે ૨૨.૩૫ મીનીટે લેન્ડ સ્લાઇડ થઇ હતી. પૂણેથી મુંબઇ તરફ જઇ રહેલ એક્સપ્રેસ વેના ત્રણે રસ્તા પરિવહન માટે બંધ કરવામાં આવ્યા હતાં. લાંબા સમય સુધી આ રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો. આડોશી ટનલ પાસે લેન્ડ સ્લાઇડ થતાં મુંબઇ તરફ જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો.પૂણેના લોનાવલામાં મુશળધાર વરસાદ અને રાતના સમયે લેન્ડ સ્લાઇડ થતાં અનેક સમસ્યાઓ ઉભી થઇ હતી. જેને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. મુંબઇ તરફ આવવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. વરસાદ અને અંધારાને કારણે પોલીસને કાંટમાળ કાઢવામાં ઘણી મૂશ્કેલી પડી હતી.
    હજી તો આ કાંટમાળ બાજુ પર કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં વહેલી સવારે છ વાગ્યાની આસપાસ લોનાવલામાં જ એક વધુ લેન્ડ સ્લાઇડ થઇ હતી.

    જાેકે આડોશી ટનેલની લેન્ડ સ્લાઇડની સરખામણીમાં આ લેન્ડ સ્લાઇડ બહુ નાની હતી. છતાં તેને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર હજી પણ વાહનવ્યવહાર ઠપ છે. આડોશી ટનેલ અને લોનાવલા પાસે લેન્‌- સ્લાઇડ થતાં છેલ્લાં ઘણાં કલાકોથી એક લેન ટ્રાફીક માટે બંધ હોવાથી બોરઘાટથી મુંબઇ તરફ જનારા રસ્તા પર વાહનોની કતારો લાગતા ટ્રાફીક જામની સમસ્યા ઊભી થઇ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ગુજરાતીમાં ન્યૂઝ સ્ક્રિપ્ટ: SIR વિવાદ વચ્ચે INDIA ગઠબંધનના બે મોટા પ્લાન, વિધાન પરિષદની ચૂંટણીથી ભાજપનો પલટવાર

      October 28, 2026

      રાહુલ ગાંધીના કાફલાને પૂર્વાંચલ એક્સપ્રેસવે પર અકસ્માત, ચાર કાર અને એમ્બ્યુલન્સ અથડાઈ

      October 26, 2026

      રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં આજે ચુકાદો? અમિત શાહ પરના નિવેદનથી શરૂ થયેલો વિવાદ

      October 26, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.