Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»કેટરિના કૈફ પોતાનો ૪૦મો જન્મદિવસ ઉજવી રહી છે ઇન્ડસ્ટ્રીના મિત્રોએ કેટરિનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
    Entertainment

    કેટરિના કૈફ પોતાનો ૪૦મો જન્મદિવસ ઉજવી રહી છે ઇન્ડસ્ટ્રીના મિત્રોએ કેટરિનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેટરિના કૈફ પોતાનો ૪૦મો જન્મદિવસ ઉજવી રહી છે. આ વખતે કેટરિના ઉજવણી માટે ખાસ જગ્યાએ ગઈ છે. ત્યારે આજના દિવસે સોશિયલ મીડિયા પર ઇન્ડસ્ટ્રીના મિત્રો કેટરિનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેવામાં હવે કેટરિનાના દિયર સની કૌશલે પણ અલગ અંદાજમાં શુભેચ્છા પાઠવી છે. એટલું જ નહીં કેટરિનાની થનારી દેરાણી અને સનીની કથિત ગર્લફ્રેન્ડ શરવરી વાઘે પણ થનારી જેઠાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જાેકે, અત્યારે સની કૌશલ અને શરવરી વાઘે કેટરિનાને મોકલેલી બર્થડે પોસ્ટ ઘણી ચર્ચામાં છે. તો આવો જાણીએ, બંને કેટરિનાને શુભેચ્છા આપતા એવું તે શું લખ્યું છે. સનીએ ભાભીને શુભેચ્છા આપતા લખ્યું હતું કે, હેપ્પી બર્થડે ટૂ માય કૂલેસ્ટ પર્સન ઇન માય લાઈફ (મારા જીવનના સૌથી કૂલ પર્સનને જન્મદિવસની શુભેચ્છા). કેટરિના કૈફ, ઘણો બધો પ્રેમ. સની કૌશલની કથિત ગર્લફ્રેન્ડ અને કેટરિનાની થનારી દેરાણી શરવરી વાઘે કેટરિના કૈફને જન્મદિવસની શુભેચ્છા આપી છે. શરવરીએ કેટરિનાની સાથે માલદિવ હોલી ડેવાળો જૂનો ફોટો શેર કરી લખ્યું હતું કે,

    હેપ્પી બર્થ ડે કેટરિના કૈફ, ઘણો બધો પ્રેમ તમને. આપને જણાવી દઈએ કે, સની અને શરવરી બંને કેટરિનાના ગયા જન્મદિવસે તેની સાથે માલદિવ પહોંચ્યા હતા. આ ટ્રીપ પર કેટરિનાની બહેન પણ હતી. સની અને શરવરીની આ તસવીર તે જ જન્મદિવસની ઉજવણી સમયના છે. બીજી તરફ કેટરિના કૈફની આવનારી ફિલ્મ્સની વાત કરીએ તો, ટાઈગર ૩ છે, જેમાં તે સલમાન ખાન અને ઇમરાન હાશ્મીની સાથે જાેવા મળશે. આ ફિલ્મ દિવાળી ૨૦૨૩માં થિએયર્સમાં રિલીઝ થશે. આપને જણાવી દઈએ કે, ૧૬ જુલાઈ ૧૯૮૩ના દિવસે કેટરિનાનો જન્મ હોંગકોંગના તુરકોટ્ટે કુલમાં થયો હતો. જ્યારે ૨૦ વર્ષની વયે વર્ષ ૨૦૦૩માં તેણે બૂમ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. ત્યારબાદથી કેટરિનાએ એક પછી એક સફળતા મેળવી હતી. અત્યારે કેટરિનાને ટોપની હિરોઈન્સમાંથી એક ગણવામાં આવે છે. જ્યારે વર્ષ ૨૦૨૧માં વિક્કી કૌશલ સાથે તેણે લગ્ન કર્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.