Job
ભારતીય કોસ્ટ ગાર્ડે 11 ફેબ્રુઆરી 2025 થી NAVIK GD (જનરલ ડ્યુટી) અને DB (ડોમેસ્ટિક બ્રાન્ચ) ની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી CGEPT-02/2025 ભરતી હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ joinindiancoastguard.cdac.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ છે.
સેઇલર જનરલ ડ્યુટી (GD) માટે ઉમેદવારે ભૌતિકશાસ્ત્ર અને ગણિત વિષયો સાથે 10+2 (ઇન્ટરમીડિયેટ) પાસ કરેલ હોવો જોઈએ.
સેઇલર ડોમેસ્ટિક બ્રાન્ચ (DB) માટે ઉમેદવારે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા: વય મર્યાદા ૧૮ થી ૨૨ વર્ષની વચ્ચે હોવી જોઈએ. એટલે કે ઉમેદવારનો જન્મ ૧ સપ્ટેમ્બર ૨૦૦૩ થી ૩૧ ઓગસ્ટ ૨૦૦૭ ની વચ્ચે થયો હોવો જોઈએ.
અરજી ફી:
- બિન અનામત/OBC અને EWS શ્રેણીના ઉમેદવારોએ 300 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે.
- SC/ST શ્રેણીના ઉમેદવારોને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે અને તેઓ મફતમાં અરજી કરી શકે છે.