Jio: Jio સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખુશખબર: કંપનીએ ૩૦ દિવસની વેલિડિટી સાથે લોન્ચ કર્યો સસ્તો એન્ટરટેઈનમેન્ટ પ્લાન
ટેલિકોમ સેક્ટરમાં અવારનવાર સસ્તા અને આકર્ષક પ્લાન્સ રજૂ કરવા માટે જાણીતી રિલાયન્સ જીઓ (Jio) કંપનીએ ફરી એકવાર પોતાના યુઝર્સને મોટી ભેટ આપી છે. જીઓએ સ્માર્ટ ટીવી અને મોબાઈલ યુઝર્સ માટે એક નવો ખાસ ‘Jio TV Pro’ પેક લોન્ચ કર્યો છે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે ગ્રાહકોને માત્ર ૫૫ રૂપિયામાં પૂરા ૩૦ દિવસની વેલિડિટી (Validiy) ઓફર કરવામાં આવી રહી છે. આ સસ્તા પ્લાનમાં યુઝર્સ ૧,૦૦૦ થી વધારે લાઈવ ટીવી ચેનલોનો ભરપૂર આનંદ માણી શકશે. કંપનીની જાહેરાત અનુસાર, યુઝર્સ ‘Jio TV’ મોબાઈલ એપ્લિકેશન દ્વારા આ શાનદાર પ્લાનનો લાભ ઉઠાવી શકશે.

₹૫૫ ના પ્લાનમાં શું-શું બેનિફિટ્સ મળશે?
જીઓ ટીવી પ્રો પેક ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે જેમને ટીવી શો, સીરીયલ્સ અને મૂવીઝ જોવાનો શોખ છે. આ પ્લાનના મુખ્ય ફાયદા નીચે મુજબ છે:
૧૬ થી વધુ ભાષાઓનો સપોર્ટ: આ પ્લાનની અંદર ગ્રાહકોને ૧૬ કરતા પણ વધારે પ્રાદેશિક અને રાષ્ટ્રીય ભાષાઓમાં કન્ટેન્ટ જોવા મળશે.
૧૫૦ થી વધુ પ્રીમિયમ ચેનલ્સ: યુઝર્સ StarPlus HD, Colors HD, Sony Entertainment Television HD, Sony SAB HD, Discovery, Animal Planet, Sun TV Network, અને ETV જેવી ટોચની મનોરંજન ચેનલો લાઈવ જોઈ શકશે.
મનોરંજનનો મોટો ખજાનો: આ ચેનલો પર યુઝર્સ લેટેસ્ટ મૂવીઝ, ન્યૂઝ, રિયાલિટી શો અને મ્યુઝિક કન્ટેન્ટ કોઈપણ વિક્ષેપ વગર એક મહિનો એક્સેસ કરી શકશે.

આ પ્લાનનો લાભ કેવી રીતે લેવો? અને તેની શરતો શું છે?
Jio યુઝર્સે આ પ્લાન એક્ટિવ કરવા માટે પોતાના મોબાઈલ નંબર પર My Jio એપ દ્વારા અથવા અન્ય ઓનલાઈન/ઓફલાઈન પ્લેટફોર્મ પરથી ₹૫૫ નું રિચાર્જ કરાવવાનું રહેશે. રિચાર્જ સફળ થતાં જ Jio TV એપમાં લોગ-ઇન કરવાથી આ તમામ ચેનલોનું એક્સેસ ઓટોમેટિક મળી જશે, આ માટે કોઈ અલગ પ્રોસેસ કે એક્ટિવેશન કોડની જરૂર નહીં પડે.
ખાસ નોંધ (Entertainment Only Pack): જીઓએ આ પ્લાનને માત્ર એન્ટરટેઈનમેન્ટ પેક તરીકે રજૂ કર્યો છે. આનો અર્થ એ છે કે આ પ્લાનમાં યુઝર્સને કોઈપણ પ્રકારનો વૉઇસ કોલિંગ, SMS કે મોબાઈલ ડેટા (Internet Data) નો લાભ મળશે નહીં. આ પ્લાન જીઓ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
જો કોઈ યુઝર ભૂલથી અથવા એડવાન્સમાં એક કરતાં વધુ વખત આ ₹૫૫ નું રિચાર્જ કરી લે છે, તો તેમનો આગામી મહિનાનો પ્લાન ‘કયૂ’ (Queue) એટલે કે વેઇટિંગ લિસ્ટમાં આવી જશે. એટલે કે વર્તમાન પ્લાન પૂરો થતાં જ બીજો પ્લાન આપોઆપ ચાલુ થઈ જશે.
BSNL નો એન્ટરટેઈનમેન્ટ પેક પણ રેસમાં
જીઓની સાથે જ સરકારી ટેલિકોમ કંપની BSNL એ પણ તાજેતરમાં જ પોતાનો નવો એન્ટરટેઈનમેન્ટ પેક બજારમાં ઉતાર્યો છે. BSNL કંપની ૧૫૧ રૂપિયામાં BiTV નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન આપી રહી છે, જેમાં ગ્રાહકોને ૪૦૦ થી વધુ લાઈવ ટીવી ચેનલોની સાથે ઓટીટી (OTT) એપ્સનું એક્સેસ પણ મળે છે. જોકે, કિંમત અને વેલિડિટીની દ્રષ્ટિએ જીઓનો ₹૫૫ વાળો પ્લાન મધ્યમવર્ગ માટે ખૂબ જ આર્થિક સાબિત થઈ રહ્યો છે.
