Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Train Ticket Booking: IRCTC નો દલાલો સામે ‘AI જંગ’: જો 5 સેકન્ડમાં ફોર્મ ભર્યું તો તમારી આઈડી થઈ જશે બ્લોક!
    Business

    Train Ticket Booking: IRCTC નો દલાલો સામે ‘AI જંગ’: જો 5 સેકન્ડમાં ફોર્મ ભર્યું તો તમારી આઈડી થઈ જશે બ્લોક!

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 9, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Train Ticket Booking: હવે સામાન્ય મુસાફરોને મળશે કન્ફર્મ ટિકિટ! જાણો કેવી રીતે IRCTC નું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દલાલોનો ખેલ બગાડશે.

    ભારતીય રેલ્વેની ઓનલાઇન ટિકિટ બુકિંગ પાંખ, IRCTC (Indian Railway Catering and Tourism Corporation) એ હવે ટિકિટ દલાલો અને ગેરકાયદેસર સોફ્ટવેરનો ઉપયોગ કરનારા તત્વો સામે ‘ડિજિટલ યુદ્ધ’ જાહેર કર્યું છે. જો તમે તત્કાલ ટિકિટ બુક કરતી વખતે વધુ પડતી ઝડપ બતાવો છો અથવા કોઈ શોર્ટકટ અપનાવો છો, તો સાવધાન થઈ જજો. હવે IRCTC ની વેબસાઈટ અને એપ પર માનવીય નજરની સાથે સાથે અત્યાધુનિક AI સિસ્ટમનો કડક પહેરો છે.

    Railways

    AI કેવી રીતે પકડશે ગેરરીતિ?

    IRCTC ની નવી AI સિસ્ટમ હવે તમારા બુકિંગ પેટર્નનું સેકન્ડોમાં વિશ્લેષણ કરે છે. આ સિસ્ટમ મુખ્યત્વે નીચેની બાબતો પર નજર રાખે છે:

    • બુકિંગની અસાધારણ ઝડપ: જો મુસાફરની તમામ વિગતો (નામ, ઉંમર, લિંગ વગેરે) ફોર્મમાં માત્ર 4 થી 5 સેકન્ડમાં ભરાઈ જાય, તો AI તેને શંકાસ્પદ માને છે. સામાન્ય રીતે એક માણસને આ બધી માહિતી ટાઈપ કરવામાં ઘણો વધારે સમય લાગે છે. જો આ પ્રક્રિયા 4.2 સેકન્ડ જેવી અત્યંત ઝડપે પૂર્ણ થાય, તો સિસ્ટમ સમજી જાય છે કે અહીં કોઈ ‘ઓટો-ફિલ’ સોફ્ટવેર કે સ્ક્રિપ્ટનો ઉપયોગ થયો છે.

    • ટાઈપિંગ પેટર્ન: AI હવે એ પણ મોનિટર કરે છે કે ડેટા કેવી રીતે એન્ટર થઈ રહ્યો છે. શું તે મેન્યુઅલી ટાઈપ થઈ રહ્યો છે કે પછી કોઈ બોટ (Bot) દ્વારા ડેટા ફીડ કરવામાં આવી રહ્યો છે?

    આ ભૂલો તમારા એકાઉન્ટને બ્લોક કરાવી શકે છે

    તત્કાલ ટિકિટના ગભરાટમાં ગ્રાહકો ઘણીવાર એવી ભૂલો કરી બેસે છે જે તેમને ‘દલાલ’ની શ્રેણીમાં લાવી દે છે:

    1. Copy-Paste અને Auto Fill: જો તમે વિગતો ટાઈપ કરવાને બદલે એક્સ્ટેન્શન કે ઓટો-ફિલ ટૂલ્સનો ઉપયોગ કરો છો, તો AI તેને તરત જ ટ્રેક કરી લેશે અને તમારી આઈડી હંમેશ માટે બ્લોક થઈ શકે છે.

    2. વારંવાર લોગિન-લોગઆઉટ: જો કોઈ યુઝર ટિકિટ બુક કરવા માટે વારંવાર લોગિન અને લોગઆઉટ કરે છે, તો સિસ્ટમ તેને રોબોટિક એક્ટિવિટી માનીને ૨૪ કલાક માટે પ્રતિબંધિત કરી શકે છે.

    3. IP એડ્રેસ અને ડિવાઇસ ટ્રેકિંગ: જો એક જ મોબાઈલ કે કોમ્પ્યુટર (IP એડ્રેસ) પરથી ઘણી બધી આઈડી દ્વારા ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરવામાં આવે, તો તે ડિવાઇસને ‘રેડ ફ્લેગ’ કરી દેવામાં આવે છે.

    સામાન્ય મુસાફરોને શું ફાયદો થશે?

    આ ટેકનોલોજીકલ ફેરફારનો સૌથી મોટો ફાયદો સામાન્ય જનતાને થશે:

    • કન્ફર્મ ટિકિટની શક્યતામાં વધારો: અત્યાર સુધી દલાલો ઓટોમેટેડ સોફ્ટવેર દ્વારા સેકન્ડના છઠ્ઠા ભાગમાં બધી ટિકિટો બુક કરી લેતા હતા, જેના કારણે સામાન્ય મુસાફરોને ‘વેઇટિંગ’ લિસ્ટ જ મળતું હતું. હવે AI ને કારણે દલાલો પર લગામ લાગશે.

    • પારદર્શક સિસ્ટમ: નવી સિસ્ટમ ખાતરી કરશે કે જે મુસાફર ખરેખર ટાઈપ કરીને ટિકિટ બુક કરી રહ્યો છે, તેને પ્રાથમિકતા મળે.

    • સાયબર સુરક્ષા: આનાથી યુઝર્સના ડેટાની ચોરી થવાની શક્યતા પણ ઘટશે, કારણ કે થર્ડ પાર્ટી સોફ્ટવેર અને સ્ક્રિપ્ટનો વપરાશ અટકશે.

    Train Ticket Booking
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      SBI PO Prelims Result 2026: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યું પીઓ પ્રિલિમ્સનું પરિણામ, જાણો મેન્સ પરીક્ષાની તારીખ અને ચેક કરવાની રીત

      August 29, 2026

      ITR ફાઇલ કર્યા પછી પણ ટેક્સ રિફંડ નથી આવ્યું? આ 4 ભૂલો હોઈ શકે છે કારણ, જાણો પૈસા મેળવવાની રીત

      August 29, 2026

      ટાટા સન્સના ઇતિહાસમાં પ્રથમ વખત ઘટેલી ઘટના: AGM યોજવા ROC પાસેથી મળ્યો 3 મહિનાનો વધારાનો સમય

      August 29, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.