IRB agency : એપ્રિલમાં IRB ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સની ટોલ રેવન્યુ કલેક્શન 29 ટકા વધીને રૂ. 503 કરોડ થઈ છે. કંપનીએ ગયા વર્ષના સમાન મહિનામાં ટોલ વસૂલાતમાંથી રૂ. 388 કરોડની આવક મેળવી હતી. IRB ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિતાભ મુરારકાએ જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2023-24માં વાર્ષિક ધોરણે ટોલ વસૂલાતમાં 24 ટકાનો વધારો થયો છે. “નવા વર્ષની શરૂઆતમાં 29 ટકાની મજબૂત વૃદ્ધિ ખૂબ આશાસ્પદ લાગે છે.”
તેમણે કહ્યું કે સરકારનું ધ્યાન માળખાગત વિકાસ પર છે, ખાસ કરીને રોડ અને હાઈવેના ક્ષેત્રમાં. કંપનીને અપેક્ષા છે કે નાણાકીય વર્ષ 2024-25માં ટોલ વસૂલાતની ગતિ ઝડપી બનશે. કંપનીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં IRB એમપી એક્સપ્રેસવે પરથી 17 ટોલ એસેટ્સમાંથી એપ્રિલમાં કુલ રેવન્યુ કલેક્શન રૂ. 140.7 કરોડ હતું. એપ્રિલ 2023માં તે 137.2 કરોડ રૂપિયા હતો. IRB એ હાઇવે સેક્ટરમાં ભારતની પ્રથમ સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે.