Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ગાઝાપટ્ટીમાં હમાસના ઠેકાણા પર ઈઝરાયેલના હુમલા જારી ગાઝા પર હુમલા બંધ ન કરે તો અન્ય મોરચા પર યુદ્ધની ઈઝરાયેલને ઈરાનની ધમકી
    WORLD

    ગાઝાપટ્ટીમાં હમાસના ઠેકાણા પર ઈઝરાયેલના હુમલા જારી ગાઝા પર હુમલા બંધ ન કરે તો અન્ય મોરચા પર યુદ્ધની ઈઝરાયેલને ઈરાનની ધમકી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો યથાવત્‌ છે. તેને લઈને ઈરાને હવે ઈઝરાયલને મોટી ધમકી આપી દીધી છે. ઈરાને કહ્યું છે કે જાે ઈઝરાયલે ગાઝા પર જારી હુમલા બંધ ન કર્યા તો પછી અન્ય મોરચાઓ પર યુદ્ધની શરૂઆત થઈ શકે છે.

    ખરેખર પેલેસ્ટાઈનના ગાઝા પટ્ટીમાં નેતૃત્વ કરતાં હમાસ સંગઠને ઈઝરાયલ પર ભીષણ હુમલો કરી દીધો હતો. હમાસે પહેલા ઈઝરાયલ પર ૬૦૦૦થી વધુ રોકેટ ઝિંક્યા અને પછી તેના આતંકીઓએ ઈઝરાયલમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં ૧૫૦૦ જેટલાં ઈઝરાયલીઓના મોત નીપજ્યાં છે. ઈઝરાયલ પણ આ હુમલાઓનો જવાબ આપી રહ્યો છે અને તેણે પણ ૧૫૫૦ જેટલાં ગાઝામાં આતંકીઓને મારી નાખ્યા છે. તેણે ગાઝા પટ્ટીની નાકાબંધી કરીને વીજળી-પાણીનો સપ્લાય પણ અટકાવી દીધો છે.

    ઈરાનના વિદેશમંત્રી હોસેન અમીર અબ્દુલ્લાહિયાન બેરુત પહોંચ્યા હતા. અહીં તેમની લેબેનોનના અધિકારીઓ, હમાસ અને હિઝબુલ્લાહના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન જ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ઈઝરાયલને ખુલ્લી ધમકી આપી હતી કે જાે ગાઝા પર ઈઝરાયલ દ્વારા બોમ્બમારો કરવાનું બંધ નહીં કરાય તો પછી અન્ય મોરચાઓ પર યુદ્ધની શરૂઆત કરાશે.
    ઉલ્લેખનીય છે કે લેબેનોનમાં હિઝબુલ્લાહ તરફથી ઈઝરાયલ પર પહેલાથી હુમલા કરવામાં આવી રહ્યા છે જ્યારે ઈઝરાયલે હવે સીરિયાને પણ નિશાન બનાવવાની શરૂઆત કરી દીધી છે ત્યાં વળી ઈરાને હવે તેને ચોથા મોરચે લડવા માટે પડકારી દીધો છે. જેનાથી ઈઝરાયલની મુશ્કેલી વધી શકે છ

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.