Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»IPL 2024 New Rule: IPLમાં પહેલીવાર લાગુ પડશે આ ખાસ નિયમ.
    Cricket

    IPL 2024 New Rule: IPLમાં પહેલીવાર લાગુ પડશે આ ખાસ નિયમ.

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMarch 21, 2024No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    IPL 2024 New Rule: IPLની 17મી સિઝન શરૂ થવા જઈ રહી છે. શુક્રવાર 22 માર્ચથી શરૂ થશે. આ માટે ચાહકોનો ઉત્સાહ પૂરજોશમાં છે. આ ગેમનો રોમાંચ વધુ વધારવા માટે આગામી સિઝનમાં એક નવો નિયમ પણ જોવા મળશે. તેના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આઈપીએલમાં આ ખાસ નિયમ લાગુ કરવામાં આવશે. જેના કારણે બોલરો મુશ્કેલીમાં મુકાઈ જશે. આ ખાસ નિયમ BCCI દ્વારા તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં લાગુ કરવામાં આવ્યો હતો. હવે પહેલીવાર તેનો ઉપયોગ IPLમાં પણ થશે.

    શું છે આ નવો નિયમ?

    તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે T20 ક્રિકેટમાં એક ઓવરમાં બે બાઉન્સર એટલે કે ખભાની ઉપરના બોલ માન્ય હોતા નથી. બીજા બોલને અમ્પાયર દ્વારા વધારાની ડિલિવરી કહીને એક રન આપવામાં આવે છે. પરંતુ ODI અને ટેસ્ટ ક્રિકેટમાં બે બાઉન્સર સ્વીકાર્ય છે. હવે પહેલીવાર IPLમાં પણ આગામી સિઝનમાં એક ઓવરમાં બે બાઉન્સરને મંજૂરી આપવામાં આવશે. આ નવા નિયમથી બોલરોને ઘણો ફાયદો મળી શકે છે. T20 ક્રિકેટમાં દરેક બોલ મહત્વનો હોય છે અને આવી સ્થિતિમાં એક ઇનિંગમાં વધુમાં વધુ 40 બાઉન્સર બોલ બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.

    BCCIએ ICCના નિયમનું પાલન કર્યું નથી.
    T20 ક્રિકેટમાં એક ઓવરમાં બે બાઉન્સરના નિયમને તાજેતરમાં BCCI દ્વારા માન્ય કરવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ સૈયદ મુશ્તાક અલગી ટ્રોફીમાં થયો હતો. હવે બોર્ડે આઈપીએલમાં પણ આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે T20 ઇન્ટરનેશનલમાં, એક ઓવરમાં માત્ર એક બાઉન્સર બોલ માન્ય છે. આ સાથે, બીસીસીઆઈએ તાજેતરમાં આઈસીસી દ્વારા બદલાયેલા સ્ટમ્પિંગ અને કેચિંગ માટે ડીઆરએસના અલગ ઉપયોગના નિયમને સ્વીકાર્યો નથી.

    બોર્ડના મતે, ફિલ્ડિંગ સાઈડ માટે સ્ટમ્પિંગ પહેલા કેચને ન ચેક કરવું ખોટું હશે. જ્યારે ICCએ કહ્યું હતું કે જો ફિલ્ડિંગ સાઇડે સ્ટમ્પિંગ માટે અપીલ કરી છે તો થર્ડ અમ્પાયર સ્ટમ્પિંગની સમીક્ષા કરશે. કેચની તપાસ કરવા માટે ટીમે ડીઆરએસ લેવું પડશે. પરંતુ BCCI આગામી IPL સિઝનમાં આ નિયમ લાગુ નહીં કરે. ઉપરાંત, તાજેતરમાં રજૂ કરવામાં આવેલ સ્ટોપ ક્લોક નિયમ પણ IPLમાં જોવા મળશે નહીં. આ સિવાય જો આપણે રેફરલ્સની વાત કરીએ તો દરેક ટીમ પાસે એક ઇનિંગમાં બે રેફરલ હશે. છેલ્લી સિઝનની જેમ વાઈડ અને નો બોલ પર પણ રેફરલ લઈ શકાય છે.

    IPL 2024 New Rule
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      National Award: બદનામીએ કરિયર છીનવ્યું, છૂટાછેડાએ દિલ તોડ્યું, પણ હિંમતે શ્વેતા બસુ પ્રસાદને બનાવી OTTની નવી સુલતાન!

      April 7, 2026

      ICCનો કડક નિયમ—કે નામિબિયાનું ભાગ્ય? યજમાન હોવા છતાં વર્લ્ડ કપમાંથી બાકાત રહેવાનો ભય

      April 6, 2026

      GT vs RR: શુભમન ગિલ સામે આર્ચરની ‘સ્પીડ’ દિવાલ, શું હારનો સિલસિલો તૂટશે?

      April 4, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.