Share Market
માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની ટોપ-10 કંપનીઓમાંથી આઠ કંપનીઓના કુલ મૂલ્યાંકનમાં ગયા સપ્તાહે રૂ. 1,65,180.04 કરોડનો ઘટાડો થયો હતો. આ સમયગાળા દરમિયાન ખાનગી ક્ષેત્રની HDFC બેંક અને જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને સૌથી વધુ નુકસાન થયું છે. ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 1,906.01 પોઈન્ટ અથવા 2.39 ટકા ઘટ્યો હતો. ગુરુ નાનક જયંતિના અવસર પર શુક્રવારે શેરબજાર બંધ રહ્યા હતા. SBIનું મૂલ્યાંકન રૂ. 34,984.51 કરોડ ઘટીને રૂ. 7,17,584.07 કરોડ થયું છે.
હિન્દુસ્તાન યુનિલિવરનું મૂલ્યાંકન રૂ. 27,830.91 કરોડ ઘટીને રૂ. 5,61,329.10 કરોડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મૂલ્યાંકન રૂ. 22,057.77 કરોડ ઘટીને રૂ. 17,15,498.91 કરોડ થયું હતું. ITCનું માર્કેટ કેપિટલાઇઝેશન (mcap) રૂ. 15,449.47 કરોડ ઘટીને રૂ. 5,82,764.02 કરોડ અને ભારતી એરટેલનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 11,215.87 કરોડ ઘટીને રૂ. 8,82,808.73 કરોડ થયું હતું.
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નું મૂલ્યાંકન રૂ. 4,079.62 કરોડ ઘટીને રૂ. 5,74,499.54 કરોડ અને ICICI બેન્કનું મૂલ્ય રૂ. 2,832.38 કરોડ ઘટીને રૂ. 8,85,599.68 કરોડ થયું હતું. જોકે, ઈન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 13,681.37 કરોડ વધીને રૂ. 7,73,962.50 કરોડ થયું છે. આ ઉપરાંત, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નો એમકેપ રૂ. 416.08 કરોડ વધીને રૂ. 15,00,113.36 કરોડ થયો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ મૂલ્યવાન સ્થાનિક કંપની રહી, ત્યારબાદ TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ITC, LIC અને હિન્દુસ્તાન યુનિલિવરનો નંબર આવે છે.