Inventurus Knowledge Solutions Ltd
હેલ્થકેર-સંબંધિત સેવાઓ પ્રદાતા ઇન્વેન્ટુરસ નોલેજ સોલ્યુશન્સ લિમિટેડના શેર ગુરુવારે સ્ટોક એક્સચેન્જમાં તેની રૂ. 1,329ની ઇશ્યૂ કિંમતથી લગભગ 43%ના ઉછાળા સાથે લિસ્ટ થયા હતા. આ શેર 39.65% ના વધારા સાથે BSE પર રૂ. 1,856 પર લિસ્ટ થયો હતો. બાદમાં તે 46.13% વધીને રૂ. 1,942.10 થયો હતો. NSE પર તે 42.96%ના ઉછાળા સાથે રૂ. 1,900 પર પદાર્પણ કર્યું હતું. કંપનીનું માર્કેટ વેલ્યુએશન રૂ. 32,282.35 કરોડ હતું.
સોમવારે બિડિંગના છેલ્લા દિવસે ઇન્વેન્ટુરસ નોલેજ સોલ્યુશન્સ લિમિટેડનો IPO 52.68 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીએ મોટા (એન્કર) રોકાણકારો પાસેથી રૂ. 1,120 કરોડ એકત્ર કર્યા છે. તેના રૂ. 2,498 કરોડના આઇપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 1,265-1,329 પ્રતિ શેર હતી. આ IPO સંપૂર્ણ 1.88 કરોડ શેરના વેચાણ માટેની ઓફર હતી. આ IPOમાં કોઈ નવા શેર જારી કરવામાં આવ્યા નથી. IPO પછી, કંપનીમાં પ્રમોટરનું શેરહોલ્ડિંગ 69.73% થી ઘટીને 60.61% થઈ ગયું છે.
Inventurus Knowledge Solutions ની સ્થાપના વર્ષ 2006 માં કરવામાં આવી હતી. તે હેલ્થકેર કંપનીઓને વહીવટી અને તકનીકી સહાય પૂરી પાડવામાં નિષ્ણાત છે. કંપની ક્લિનિકલ સપોર્ટ, મેડિકલ ડોક્યુમેન્ટેશન મેનેજમેન્ટ અને અન્ય કાર્યો દ્વારા ડોકટરો અને હેલ્થકેર પ્રોવાઈડર્સને મદદ કરે છે.