Instagram Reels: Instagram પર રીલ હવે હેન્ડ્સફ્રી જોવા મળશે
Instagram Reels: Instagram લાવ્યો Auto Scroll ફીચર, હવે Reels આપમેળે સ્ક્રોલ થશે! જાણો કેવી રીતે એક્ટિવેટ કરવું અને શું છે ખાસિયત.
Instagram Reels: ઇન્સ્ટાગ્રામ (Instagram) પોતાના યુઝર્સ માટે એક નવું અને ખૂબ જ ઉપયોગી ફીચર લાવી રહ્યો છે. આ ફીચરનું નામ Auto Scroll છે. હવે યુઝર્સ રીલ્સ અને ફીડને સ્ક્રીનને ટચ કર્યા વગર જોઈ શકશે. એટલે કે દરેક વખત આંગળીથી સ્ક્રોલ કરવાની જરૂર નહીં પડે. આ ફીચર હાલમાં આઇફોન યુઝર્સ માટે રોલઆઉટ થવા લાગ્યું છે અને જલ્દી જ એન્ડ્રોઈડ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થશે.
Instagram નું નવું Auto Scroll ફીચર રીલ્સ જોવા માટેનો અનુભવ બદલી દેશે. આ ફીચર ચાલુ કર્યા બાદ, તમને ફક્ત પ્રથમ રીલ પ્લે કરવી પડશે, અને બાકી રીલ્સ આપમેળે સ્ક્રોલ થવા લાગશે. ખાસ કરીને તે લોકો માટે આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થશે, જેઓ ઇન્સ્ટાગ્રામ ચલાવતા વખતે અન્ય કામો પણ કરવા માગે છે.
Auto Scroll ફીચર કેવી રીતે સક્રિય કરવું?
-
સૌથી પહેલા કોઈ પણ Reel ખોલવી.
-
જમણી તરફ નીચે ત્રણ ડોટ્સ પર ટૅપ કરવું.
-
ત્યાં તમને Auto Scroll નો વિકલ્પ જોવા મળશે.
-
આ વિકલ્પ ચાલુ કરતા જ Reels આપમેળે સ્ક્રોલ થવા લાગી જશે.
આ ફીચર હાલમાં iPhone યુઝર્સ માટે ટેસ્ટિંગની અવસ્થામાં છે. કંપનીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં આ ફીચર એન્ડ્રોઇડ ડિવાઇસ માટે પણ ઉપલબ્ધ થશે.
Instagram 3:4 ફોટો સાઈઝનો નવો વિકલ્પ લાવી રહ્યું છે
Auto Scroll ફીચર ઉપરાંત, કંપની ફોટોના સાઈઝમાં પણ મોટો બદલાવ કરવા જઈ રહી છે. અત્યાર સુધી Instagram પર ફક્ત 1:1 સ્ક્વેર અને 4:5 રેક્ટેંગલ ફોર્મેટ સપોર્ટ કરવામાં આવતું હતું. હવે Instagram એ 3:4 વર્ટિકલ ફોટો સાઈઝનો પણ સપોર્ટ ઉમેર્યો છે.
આ બદલાવની જાણકારી Instagram ના હેડ એડમ મોસેરીએ Threads પર આપી છે. તેમણે કહ્યું કે હવે યુઝર્સ લાંબા ફોટા અપલોડ કરી શકશે, જે મોટા ભાગના સ્માર્ટફોન કેમેરાના નેચરલ ફોર્મેટ અનુસાર હશે. આ ફીચર સિંગલ ફોટા અને ફોટા ગ્રુપ બંને માટે ઉપલબ્ધ રહેશે.