Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»ઐતિહાસિક ઘટનાથી ભારત માત્ર એક કદમ દૂર ચંદ્રયાન ૩ : રોવર ચંદ્રની સપાટી પર જ્યાં-જ્યાં ફરશે ત્યાં તિરંગો અંકિત થશે
    India

    ઐતિહાસિક ઘટનાથી ભારત માત્ર એક કદમ દૂર ચંદ્રયાન ૩ : રોવર ચંદ્રની સપાટી પર જ્યાં-જ્યાં ફરશે ત્યાં તિરંગો અંકિત થશે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 18, 2023Updated:August 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જ્યારથી ભારતે ચંદ્રયાન મિશન ૩ લોન્ચ કર્યું છે, ત્યારથી સૌની નજર ચંદ્રયાન-૩ પર છે. એ ઐતિહાસિક ક્ષણની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યાં છે કે ક્યારે ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી પર લેન્ડ થાય. શું તમને ખબર છે કે, જ્યારે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર લેન્ડ થશે, લેન્ડરમાંથી રોવર નીકળશે અને એ રોવર ચંદ્રની સપાટી પર જ્યાં-જ્યાં ફરશે ત્યાં આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો અંકિત થશે. જાણો શું કહી રહ્યાં છે વૈજ્ઞાનિક.આખરે એ ઘડી આવી ગઈ છે, જેની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યાં હતા. ચંદ્રની સપાટી પર ચંદ્રયાનના ઉતરણની ઐતિહાસિક ઘટનાથી ભારત માત્ર એક કદમ દૂર છે. જાેકે, ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વકના સોફ્ટ લેન્ડિંગની ઘટના બાદ ભારત અનેક સફળતાઓ હાંસલ કરશે, તેમાં કોઈ બે મત નથી.

    વૈજ્ઞાનિક ધનંજય રાવલે જણાવ્યું કે, આવી કોઈપણ જગ્યાએ આપણે લેન્ડ કરીએ અને રોવર ચાલે એ જ સૌથી મોટી ઘટના છે. જ્યારે ચંદ્રની સપાટી પર લેન્ડરમાંથી રોવર બહાર આવશે ત્યારે રોવર જ્યાં ચાલશે ત્યારે તેના વ્હીલ પર ભારતનો ધ્વજ એમ્બોસ કરેલો છે એટલે ચંદ્રની સપાટી પર જ્યાં જ્યાં રોવર ફરશે ત્યાં ભારતના ધ્વજની છાપ પડશે એ સૌથી મોટી સફળતા છે.
    તેમણે કહ્યું કે, ત્યાર બાદ વૈજ્ઞાનિકો સંશોધનો કરશે તેમાં તેના ખનીજાે ઉપરાંત હિલિયમ વાયુ અને પાણી મળે તો હાઈડ્રોજન અને ઓક્સિજની ખોજ થશે. એટલું જ નહીં, ભારત જ્યારે એવું વિચારે કે આપણે જ્યારે મંગળ પર જવું હોય ત્યારે અહીંથી એટલે કે પૃથ્વી પરથી રોકેટ લોંચ કરવું હોય તો ઘણું બધું ફ્યુઅલ વપરાય પણ જાે તે જ કામ ચંદ્ર પરથી થાય તો ચંદ્ર પર વાતાવરણ નથી એટલે ચંદ્ર પરથી રોકેટ લોન્ચ કરવાનું કામ સરળતાથી થઈ જશે એટલે આવા અનેક સંસોધનો ચંદ્રની સપાટી પરથી થશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું રાજસ્થાનની જનતાએ કોંગ્રેસના કુશાસનમાંથી મુક્તિ મેળવવાનું નક્કી કરી લીધું છે ઃ મોદી

    September 26, 2023

    મોદીએ મધ્ય પ્રદેશમાં કાર્યકર્તા મહાકુંભને સંબોધન કર્યું કોંગ્રેસ મધ્યપ્રદેશમાં સત્તા પર હતી ત્યારે તે બિમાર રાજ્ય હતું

    September 26, 2023

    પુરુષોની ૧૯ મીટર એર રાઈફલ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતે જીત્યો પહેલો ગોલ્ડ

    September 25, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version