ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડેવર્લ્ડ કપ ૨૦૨૩માં રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૧૦૦ રનથી હરાવ્યું હતું. ભારતે અત્યાર સુધી વન-ડેવર્લ્ડ કપ ૨૦૨૩માં કુલ ૬ મેચ રમી છે અને તમામ ૬ મેચમાં જીત મેળવી છે. આ જીત સાથે જ ભારત પોઈન્ટ્સ ટેબલ પર ટોપ પર આવી ગયું છે. પોઈન્ટ્સ ટેબલ પર પ્રથમ સ્થાન મેળવવાની સાથે ભારતે એક વર્લ્ડ કપના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
ભારતે ઇંગ્લેન્ડને ૧૦૦રનથી હરાવ્યા બાદ તે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ મેચ જીતનાર બીજી ટીમ બની ગઈ છે. ભારતે ન્યુઝીલેન્ડને પાછળ છોડી દીધું છે. ભારતે વર્લ્ડ કપમાં કુલ ૫૯ મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમની લીસ્ટમાં પહેલા નંબરે છે. ઓસ્ટ્રેલિયાની ટીમે વર્લ્ડ કપની ૭૩ મેચ જીતી છે. ત્યારબાદ આ લીસ્ટમાં ભારતનું નામ છે જેણે ૫૯ મેચ જીતી છે. જયારે ન્યુઝીલેન્ડે ૫૮ વર્લ્ડ કપમેચ જીતી છે.
ભારત સામે મેચ હાર્યા બાદ ઇંગ્લેન્ડની ટીમે પણ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર સતત ચાર મેચ હારી છે. આ પહેલા રમાયેલ વર્લ્ડ કપટુર્નામેન્ટમાં અત્યાર સુધી ઇંગ્લેન્ડ સાથે આવું ક્યારેય થયું નથી. ઇંગ્લેન્ડ હવે સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઇ ચુક્યું છે. ઇંગ્લેન્ડની આગામી ત્રણ મેચ અનુક્રમે ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ અને પાકિસ્તાન સામે છે.